આજકાલ નદીમાં નહાતી વખતે ડૂબવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે તેવી ઘટના સામે આવી છે. માલજી માહિતી અનુસાર ભિલાઇમાં મંગળવારના રોજ 2 વિદ્યાર્થીઓ નદીમાં ડૂબી ગયા હતા. બંને વિદ્યાર્થીઓ સ્કૂલમાંથી બંક લગાવીને અન્ય મિત્ર સાથે શિવનાથ નદીમાં નાહવા ગયા હતા.
ત્યારે બે મિત્રો નદીના પાણીમાં ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતા બીજા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને નદી માંથી એક યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો. હજુ બીજા મિત્રના મૃતદેહનો પત્તો લાગ્યો નથી તેની શોધખોળ ચાલુ છે.
મળતી માહિતી અનુસાર 17 વર્ષીય આદર્શ ચંદ્રકાર, 17 વર્ષીય તૌસીફ અન્સારી અને 17 વર્ષીય આયુષ શાંડિલ્ય નામના ત્રણેય મિત્રો જુદી જુદી શાળાઓમાં 11માં ધોરણમાં ભણતા હતા.
મળતી માહિતી અનુસાર ત્રણેય મિત્રોએ મંગળવારના રોજ બપોરે 12 વાગ્યાની આસપાસ સ્કૂલમાંથી બંક માર્યો હતો. અને મોજમસ્તી માટે શિવનાથ નદીમાં ન્હાવા ગયા હતા. ત્રણેય મિત્રો નદીમાં ન્હાવાની મજા માણી રહ્યા હતા ત્યારે આદર્શ અને આયુર્વેદ નદીના ઊંડા પાણીમાં ફસાઈ ગયા હતા.
અને બંને મિત્રો પાણીમાં ડૂબવા લાગ્યા હતા. બંને મિત્રોને ઊંડા પાણીમાં ડૂબતા જોઈને તૌસીફે પેલા બચાવવાનો પ્રયત્ન કર્યો, પછી પોતાના મિત્રને બચાવવા માટે આસપાસના લોકોની મદદ લીધી હતી. આસપાસના લોકો ત્યાં પહોંચે તે પહેલાં બંને મિત્રો નદીના પાણીમાં તણાઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી અને લગભગ ચાર વાગ્યાની આસપાસ નદીના પાણીમાંથી આયુષ મૃતદેહ મળી આવ્યું હતું. અને હજુ પણ આદર્શની શોધખોળ ચાલુ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment