ગુજરાત રાજ્યમાં છેલ્લાં થોડાં વર્ષોથી અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ખૂબ જ ગંભીર પરિસ્થિતિ સર્જાઇ હતી. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી અને ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
ત્યારે ભારે વરસાદના કારણે ખેતરમાં પાણી ભરાઈ જતા ખેડુતોને પાક બળી જવાની ભીતિ સેવી રહી છે. ત્યારે ખેતરમાં વીજળી પડતા કપાસનો પાક નિષ્ફળ થતાં એક 70 વર્ષના ખેડૂતે ઝેરી દવા પીને પોતાનો જીવ ટૂંકો કર્યો છે.
આ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચે આવી હતી. મળતી માહિતી અનુસાર જીવ ટૂંકો કરનાર વૃદ્ધ ખેડૂતનું નામ ગોકળબાપા વેકરીયા છે. તેઓ વિસાવદરના મોટા ભલાગામના ગામના રહેવાસી છે.
આ વર્ષે વિસાવદરમાં વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ વરસી રહ્યો હતો. ત્યારે ભલાગામના ગોકળબાપાના ખેતરના કપાસ પર વીજળી પડતાં પાક નિષ્ફળ થઈ ગયો હતો.
તેના કારણે ગોકળબાપાને ખૂબ જ મોટો આઘાત લાગ્યો હતો. જેને લઇને ગોકળબાપાએ પોતાની વાડીએ ઝેરી દવા પીને પોતાનો જીવ ટૂંકો કર્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને ગોકળબાપાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું.
પોલીસે ત્યારબાદ આ સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી હતી. આ ઘટનાની પરિવારજનો અને ગામના લોકોને જાણ થતાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!