બાઈક લઈને ઘરે જતા ભાઈ-બહેનને ટ્રક ચાલકે કચડી નાખ્યા, બંનેનું દર્દનાક મોત… એક સાથે ભાઈ બહેનની અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું…

Chhattisgadha, Brother and sister died: છેલ્લા ઘણા સમયથી સમગ્ર દેશભરમાં અકસ્માતની(Accident) ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ટ્રક ચાલકની બેદરકારીના કારણે બાઇક સવાર ભાઈ-બહેને પોતાનો જીવ ગુમાવ્યો(Brother and sister died in an accident) છે. મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટનામાં બહેનનું ઘટના સ્થળે મોત થયું હતું.

જ્યારે તેના નાના ભાઈનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. જાણવા મળી રહ્યું છે કે ઝડપી ટ્રક ચાલકે બાઈક સવાર ભાઈ બહેનને કચડી નાખ્યા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે નજરે જોનાર લોકોની ચીસો નીકળી ગઈ હતી. આ અકસ્માતની ઘટના છત્તીસગઢના ભિલાઈમાંથી સામે આવી રહી છે.

વિગતવાર વાત કરીએ તો મૃત્યુ પામેલી બહેનોનું નામ તારીના હતું અને તેની ઉંમર 23 વર્ષની હતી. જ્યારે તેના નાના ભાઈનું નામ હરીશ હતું અને તેની ઉંમર 17 વર્ષની હતી. હરીશને જ્યારે હોસ્પિટલ લઈ જતા હતા. ત્યારે રસ્તામાં તેનું મોત થઈ ગયું હતું હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે.

આ અકસ્માતની ઘટના રવિવારના રોજ બપોરના સમયે બની હતી. ભાઈ-બહેન બાઈક લઈને માર્કેટમાં ગયા હતા ત્યાંથી તેઓ પરત ફરી રહ્યા હતા. ત્યારે રસ્તામાં એક ઝડપી ટ્રકે પાછળથી તેમની બાઈકને જોરદાર ટક્કર લગાવી હતી. જાણવા મળી રહ્યું છે કે ભાઈ બહેનો ટ્રકના પાછળના ટાયરની નીચે આવી ગયા હતા.

ટક્કર એટલી જોરદાર હતી કે બહેનનું ભાઈની નજર સામે જ મોત થઈ ગયું હતું. જ્યારે આ ઘટનામાં ભાઈનો એક હાથ અને પગ તેના શરીરથી અલગ થઈ ગયા હતા. સમગ્ર ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા ઈજાગ્રસ્ત થયેલા યુવકને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.

પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા તો તેનું રસ્તામાં જ મોત થઈ ગયું હતું. ઘટનાની માહિતી મળી આબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે હાલમાં ટ્રકને કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભાઈ બહેન મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*