તમે સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર વિડીયો જોતા હશો. ઘણા રમુજી વીડિયો જોઈને તમે ખડખડાટ હસી પડ્યા હશો અથવા તો ઘણા વીડિયો જોઈને તમારો શ્વાસ અધ્ધર થઈ ગયો હશે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં તેઓ જ એક વિડિયો ધૂમ મચાવી રહ્યો છે.
અમેરિકાના મિશીગનમાં એક એમ્યુઝમેન્ટ પાર્કમાં મોટી સ્લાઇડ ખૂબ જ મુશ્કેલીનું કારણ બની ગયું છે. મળતી માહિતી અનુસાર બેલ આઈલ પાર્કમાં આવેલી મોટી સ્લાઇડ શુક્રવારના રોજ ખોલવામાં આવી હતી. પરંતુ ત્યાં હાજર લોકોની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરીને થોડીક જ કલાકોમાં બંધ કરી દેવામાં આવી હતી.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, આપણે કોઈને પણ ન જોઈ હોય તેવી સ્લાઇડ પરથી કેટલાક લોકો લસરપટ્ટી ખાતા નજરે પડી રહ્યા છે. આ લોકોને અહીંથી લસરપટ્ટી ખાવી ખૂબ જ ભારે પડી જાય છે. જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
આ સ્લાઇડ વિશે પાર્કની મુલાકાત લેનાર એક વ્યક્તિએ જણાવ્યું કે, આ સ્લાઈડ બાળકો માટે સજા બની ગઈ છે. તેણે કહ્યું કે કેવી રીતે પહાડ પરથી લોકો જમીન પર પડી રહ્યા છે. સ્લાઇડની એક ખૂબ જ વિચિત્ર ડિઝાઇન ના કારણે આ સ્લાઇડ જીવલેણ પણ બની શકે છે. પરંતુ યોગ્ય સમયે તેને બંધ કરી દેવામાં આવી તેથી કોઈ પણ જાનહાની થઈ નથી.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેટલાક લોકો સ્લાઇડ પરથી નીચે આવી રહ્યા છે. આ લોકો ઉછળે ઉછળીને જમીન પર પડકારી રહ્યા છે. આ સમગ્ર ઘટના બન્યા બાદ તાત્કાલિક સ્લાઈડને બંધ કરી દેવામાં આવી હતી. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
The giant slide at Belle Isle Park in Michigan was open for only 4 hours before workers shut it down to make adjustments.
I wonder why they decided to do such a thing 😳 pic.twitter.com/q7jpFdLdAO
— Art (@artcombatpod) August 19, 2022
આ વિડીયો ટ્વીટર પર @artcombatpaod નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં 11 મિલિયનથી પણ વધારે લોકોએ જોયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment