મિત્રો આપણે બધા જાણીએ છીએ કે થોડાક દિવસો પહેલા જ મુકેશ અંબાણીના ઘરે પ્રસંગ ગયો મતલબ કે તેમના નાના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ની પ્રિવેડિંગ સેરેમની યોજાય હતી. જેમાં મોટા મોટા સેલિબ્રિટીઓ હાજર રહ્યા હતા અને અનંત અને રાધિકાને આશીર્વાદ આપ્યા હતા.
જોકે આજે જામનગરના લીધે જ અંબાણી પરિવાર એશિયામાં સૌથી વધારે આગળ છે તેવું મુકેશભાઈ માને છે. અને વતન એ તો વતન કહેવાય એટલા માટે તેઓએ પોતાના જામનગરના ચોરવાડના લોકોને પ્રી વેડિંગ સેરેમની માં જમવા માટે આમંત્રણ આપ્યું હતું અને એકસાથે 50000 લોકોને સારામાં સારું જમાડ્યું હતું
અને ડાયરાનું આયોજન કરાયું હતું.આ સુંદર મજાના ડાયરાની અંદર અલ્પાબેન પટેલ બ્રીજદાન ગઢવી ઉપરાંત અનેક કલાકારો હાજર રહ્યા હતા. ત્યારે અંબાણી પરિવારના દીકરા અનંતના લગ્નના ગીતો ગવાયા હતા અને મોજ કરાવી દીધી હતી ત્યારે બીજરાજદાન ગઢવી અંબાણી પરિવારને લઈને એક મોટું નિવેદન આપ્યું છે.
અંબાણી પરિવારની પ્રી-વેડિંગ સેરેમની માં ઇશ્વરદાન ગઢવી ના દિકરા બ્રિજદાન ગઢવી એ કહ્યું કે અંબાણી પરિવારે 1995 ની સાલમાંથી જામનગરની આજુબાજુના 25 ગૌશાળા અને તેઓ 1.5 લાખ બે લાખ રૂપિયાનું દાન કરતા આવે છે
જે આજની તારીખે પણ કરે છે અને સાથે સાથે તેઓએ અનંત અંબાણીના પણ વખાણ કર્યા હતા અને બ્રીજદાને કહ્યું કે અમે કોઈ માયકાંગલાના વખાણ કરતા નથી જે સારું કામ કરીએ તેને જ અમે વખાણીએ છીએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment