મિત્રો હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો જોઈને તમારા પણ રુવાટા ઉભા થઈ જશે. જેમાં એક મહિલા પર 103 વર્ષના વૃદ્ધ વ્યક્તિ સાથે ગેરવર્તન કરવા બદલ પોલીસે કેસ નોંધ્યો છે. હકીકતમાં આ મહિલા વૃદ્ધ વ્યક્તિની પુત્રવધુ છે.
વૃદ્ધ વ્યક્તિ પર થયેલા અત્યાચારનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના હરિયાણાના જીંદ જિલ્લાના અલેવા ગામની છે. વિડીયો વાયરલ થતાં પોલીસ એકસન મોડમાં આવી ગઈ હતી અને મહિલા સામે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.
પરંતુ હજુ સુધી મહિલાની ઘરપકડ કરવામાં આવી નથી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે પુત્રવધુ સસરા સાથે શેરીમાં કેવી રીતે ગેરવર્તન કરતી જોવા મળી રહે છે. આ વિડીયો અલેવા ગામના રહેવાસી 103 વર્ષીય સુરજના ઘરનો હોવાનું જાણવા મળી રહ્યું છે.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે પુત્રવધુ ખાટલા પર બેઠેલા સસરાની મન ફાવે તેમ ધુલાઈ કરી રહી છે. વૃદ્ધ સસરા સાથે તે ન કરવાના વર્તન કરી રહી છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો 103 વર્ષનો વૃદ્ધ વ્યક્તિનું નામ સુરજન છે.
સુરજન સાથે તેમની પુત્રવધુ રાજપતી ગેરવર્તન કરી રહી છે. આ ઘટના બની ત્યારે ત્યાં હાજર કોઈ વ્યક્તિએ આ સમગ્ર ઘટના પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી હતી. બે દિવસ પહેલા જ આ વિડીયો સુરજનના નાના દીકરાની વહુ પૂનમને મળ્યો હતો. ત્યારબાદ તેણે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.
કળિયુગની વહુ…! 103 વર્ષના સસરા સાથે વહુએ કરી એવી હરકત કે… જુઓ વિડિયો pic.twitter.com/NzCypbPjUQ
— GUJJU ROCKZ (@gujju_rockz) August 23, 2022
વિડીયો વાયરલ થયા બાદ પોલીસે પૂનમની ફરિયાદ બાબતે જેઠાણી રાજપતિ સામે જુદી જુદી કલમો હેઠળ કેસ નોંધ્યો હતો. સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. હજુ સુધી આરોપી મહિલાની ધરપકડ કરવામાં આવી નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment