બર્થ ડે પાર્ટી કરીને કારમાં ઘરે પરત ફરી રહેલા 5 મિત્રોને રસ્તામાં નડ્યો અકસ્માત, 4 મિત્રોના કરુણ મૃત્યુ… જુઓ ગંભીર અકસ્માતની ઘટનાનો વિડીયો…

Published on: 10:21 am, Tue, 23 August 22

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટના સાંભળીને તમારા આપણે રુવાટા ઉભા થઈ જશે. મળતી માહિતી અનુસાર એક કારમાં 5 મિત્રો જન્મદિવસની પાર્ટી કરીને ઘરે પરત ફરી રહ્યા હતા.

આ દરમિયાન રસ્તામાં તેમને ગંભીર અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં કારમાં સવાર ચાર મિત્રોના કરુણ મૃત્યુ નીપજ્યા છે. આ ઘટના બનતા જ મૃતક યુવકોના પરિવારજનોમાં અને આસપાસના વિસ્તારમાં માતમ છવાઈ ગયો હતો. આ ગંભીર અકસ્માતની ઘટના પેટ્રોલ પંપ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

મળતી માહિતી અનુસાર આ ગંભીર અકસ્માતની ઘટના હરિયાણાના ગુરુ ગામ જિલ્લામાં બની હતી. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, સોમવારના રોજ સવારે એક કારમાં 5 મિત્રો જન્મદિવસની પાર્ટી કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન ફારૂખનગ-વજીરપુર રોડ પર ઝડપે આવતી ખાનગી બસે તેમની કારને જબરદસ્ત ટક્કર લગાવી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં સવાર ચાર મિત્રોના કરુણ મૃત્યુ નીપજ્યા છે. આ ઘટનામાં પારસ, જશવંત, અવિન અને અભિષેક નામના ચાર મિત્રોનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.

આ ગંભીર અકસ્માતની ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા એક મિત્રને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મૃતકોને પરિવારજનોને અકસ્માતની જાણ થતા તેઓ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને પોલીસે બસનો કબજો લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગંભીર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાના વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે, કેવી રીતે એક ખાનગી બસ કારને જબરદસ્ત ટક્કર લગાવે છે. અકસ્માતની ઘટનાનો વીડિયો જોઈને તમે જ કહો કે આ ગંભીર અકસ્માત કોની ભૂલના કારણે બન્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "બર્થ ડે પાર્ટી કરીને કારમાં ઘરે પરત ફરી રહેલા 5 મિત્રોને રસ્તામાં નડ્યો અકસ્માત, 4 મિત્રોના કરુણ મૃત્યુ… જુઓ ગંભીર અકસ્માતની ઘટનાનો વિડીયો…"

Leave a comment

Your email address will not be published.


*