આવતીકાલે સુરતના વકીલો મેહુલ બોઘરાના સમર્થનમાં રેલી કાઢશે…મેહુલ બોધરાના સપોર્ટમાં કોમેન્ટ બોક્સમાં તમારું મંતવ્ય આપો…

Published on: 11:16 am, Tue, 23 August 22

સુરતમાં સરથાણા કેનાલ રોડ પર લસકાણા ચોકથી લગભગ 50 મીટરના અંતરે ટીઆરબીના સુપરવાઇઝર સાજન ભરવાડ દ્વારા એડવોકેટ મેહુલ બોઘરા ઉપર જીવલેણ પ્રહાર કરવામાં આવ્યા હતા. આ ઘટનાનો વિડીયો વાયરલ થતા મોટી સંખ્યામાં તેમના સમર્થકો રોડ ઉપર ઉતરી આવ્યા હતા.

ત્યારે મેહુલ બોધરાના સમર્થનમાં આવતીકાલે સુરતના તમામ વકીલો કોર્ટથી કલેકટર કચેરી સુધી રેલી કાઢશે. સુરતમાં એડવોકેટ મેહુલ બોઘરા પર થયેલા જીવલેણ પ્રહારના મામલે હાઇકોર્ટમાં પિટીશન દાખલ કરાય છે. એડવોકેટ મેહુલ બોઘરા સામે કરાયેલી એટ્રોસિટી ફરિયાદ સામે હાઇકોર્ટમાં પિટીશન દાખલ કરાય છે.

એડવોકેટ મેહુલ બોઘરાએ જાતે જ કવોશિંગ પિટીશન દાખલ કરી છે. એડવોકેટ મેહુલ બોધરાના સમર્થનમાં આવતીકાલે સુરતના તમામ વકીલો રેલી કાઢશે. આ રેલી બપોરના અઢી વાગ્યે કોર્ટ સંકુલ નથી કલેકટર કચેરી સુધી યોજાશે. એટલું જ નહીં પરંતુ એડવોકેટ મેહુલ બોઘરાને ન્યાય અપાવવા માટે હાઇકોર્ટ બાર એસોસિએશનની પણ મદદ લેવાશે.

ઉલ્લેખનીય છે કે, સુરતના એડવોકેટ મેહુલ બોઘરા પર જીવલેણ પ્રહારને લઈને સમગ્ર ગુજરાતમાં ભારે વિવાદ સર્જાયો છે. ત્યારે ગઈકાલે આ ઘટના દરમિયાન ફરજમાં બેદરકારી દાખવનાર તમામ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર તંત્ર દ્વારા 9 જેટલા TRB જવાનોને છુટા કરી દેવાયા છે.

મેહુલ બોઘરા પર જીવલેણ પ્રહાર કરનાર આરોપી સાજન ભરવાડ પર 20 ઓગસ્ટના રોજ 5 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. પોલીસ દ્વારા 7 દિવસની રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. પરંતુ કોર્ટે સાજન ભરવાડના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને કાર્યવાહીઓ ચાલી રહી છે. ત્યારે આવતીકાલે સુરતના તમામ વકીલો કોર્ટથી કલેકટર કચેરી સુધી રેલી કાઢશે. મેહુલ મોગરાના સપોર્ટમાં કોમેન્ટ બોક્ષમાં તમે પણ તમારું મંતવ્ય આપો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આવતીકાલે સુરતના વકીલો મેહુલ બોઘરાના સમર્થનમાં રેલી કાઢશે…મેહુલ બોધરાના સપોર્ટમાં કોમેન્ટ બોક્સમાં તમારું મંતવ્ય આપો…"

Leave a comment

Your email address will not be published.


*