કોરોનાવાયરસ વિરુદ્ધ ચાલી રહેલા રસીકરણ અભ્યાસ પર મહારાષ્ટ્ર સરકારે બે દિવસ માટે રોક લગાવી દીધી છે. રસીકરણના આ અભિયાનને 18 જાન્યુઆરી સુધી સમગ્ર મહારાષ્ટ્રમાં રોકી દેવામાં આવ્યું છે અને રાજ્ય સ્વાસ્થ્ય વિભાગ મુજબ.cowin એપમાં ખામી આવતા કાર્યક્રમ પર રોક લગાવવામાં આવી છે.
અપર નગર આયુક્ત સુરેશ કાકાની એ કહ્યું કે cowin એપમા કેટલીક ટેકનીકલ ખરાબી આવી ગઈ છે જેને દૂર કરવાના પ્રયાસ થઇ રહ્યા છે.આ રવિવાર અને સોમવાર ના રોજ રાજ્યમાં કોરોના રસી લગાવવામાં આવશે નહીં.અને 19 તારીખ એટલે કે મંગળવારના રોજ ફરી રસીકરણ શરૂ થશે.
એવું પુછતા તેઓએ જણાવ્યું કે હજી કોઇ તારીખ નક્કી કરવામાં આવી નથી અને આગળ જાણકારી આપવામાં આવશે.મુંબઈ મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર પહેલા દિવસે રસીકરણના અભિયાનના લાગુ કરવાના.સમયે Cowin એપમાં કેટલીક ટેકનીકલ ખામીઓ જોવા મળી હતી.
અને આગળ કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર તેને દૂર કરવાના પ્રયાસ કરી રહ્યા છે. આપને જણાવી દઇએ કે જે દેશમાં શનિવારથી કોરોના વેક્સીનેશન ની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.આપને જણાવી દઇએ કે ગુજરાતમાં રસીકરણ પક્રિયા 16 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવી છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સરકારે કોરોના રસીકરણ પક્રીયા પર રોક લગાવવા નું મુખ્ય કારણ આ એપ માં ટેકનિકલ પ્રોબ્લેમ આવવાનું છે આગામી સમયમાં ફરી એક વખત વાત જાહેર કર્યા બાદ મહારાષ્ટ્રમાં કોરોના ટીકાકરણ શરૂ કરવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment