દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે દેશમાં કોરોના રસીકરણના અભિયાનની શરૂઆત કરાવી હતી અને કોરોના રસી ને સૌથી પહેલા હેલ્થ વર્કસની અપાઈ રહી હતી.પહેલા તબક્કામાં વર્કસ અને ફન્ટલાઈન વોરિયર્સ ને રસી આપવાની જાહેરાત કરવામાં આવી હતી.
આશ્ચર્યજનક રીતે દેશના રાજકારણીઓ રસી લેવાથી દૂર થયા છે તેના કારણે રાજકારણીઓ ડરી રહ્યા હોવાની ટીકા થઈ રહી છે.ભાજપના સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ મહેતા મહેશ શર્માએ શનિવારે સૌથી પહેલા કોરોના ની રસી લીધી હતી.
અને ભાજપના સાંસદો માં મહેશ શર્મા એકમાત્ર સાંસદ છે જેમને કોરોના રસી લેવાની હિંમત બતાવી છે. તેઓ એમબીબીએસ છે તેથી હેલ્થ વર્કર તરીકે રસી લીધી છે.ભાજપના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મહેશ શર્માએ કોરોના રસી લીધી છે.
મહત્વની વાત એ છે કે તેઓએ નેતા તરીકે નહીં પણ ફન્ટલાઈન હેલ્થ કેર વર્કર તરીકે રસી આપવામાં આવી છે તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે. આ રીતે એમબીબીએસ ડોક્ટર કોરોના વાઇરસની રસી લેનારા દેશના પ્રથમ સાંસદ બની ગયા છે.
શનિવારે સવારે કૈલાસ હોસ્પિટલમાં તેઓને રસી આપવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્યમંત્રી ડોક્ટર હર્ષવર્ધન પણ એમબીબીએસ અને એમએસ થયેલા છે પણ તેમને રસ લેવાનું ટાળ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!