કોરોના મહામારી વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતને આપી એક મોટી ભેટ,જાણો વિગતે

Published on: 9:43 am, Sun, 17 January 21

ગુજરાતમાં પ્રવાસનના વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા એક બાદ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં સી. પ્લેન સેવાને લીલી ઝંડી આપ્યા બાદ હવે પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતને મોટી એક ભેટ આપવા જઈ રહ્યા છે. દેશના જુદા જુદા ભાગોમાંથી લોકોની અવરજવર સહેલાઈથી કરી શકે.

તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના કેવડિયા માં “સ્ટેચ્યુ ઓફ યુનિટી” જવા માટે આજે એક સાથે આઠ ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવશે.વડાપ્રધાન કાર્યાલય દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં અનુસાર.

આ ટ્રેનો કેવડીયા ને વારાણસી, દાદર, અમદાવાદ, હઝરત નિઝામુદ્દીન, રેવા, ચેન્નાઈ અને પ્રતાપ નગર સાથે જોડાશે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રેલવે મંત્રી પિયુષ ગોયલ પણ ગુજરાતમાં આ રેલ્વે સંબંધિત પ્રોજેકટનું ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેશે.

પ્રધાનમંત્રી ડભોઇ ચાંચડ ગેજ કન્વર્ઝન, ચાંચડ કેવડીયા ગેજ કન્વર્ઝન, નવનિર્મિત પ્રતાપ નગર કેવડીયા વિભાગનું વીજળીકરણ અને ડભોઇ, ચાંદ છોડ અને કેવડિયા સ્ટેશનોની નવી ઇમારતો નું ઉદઘાટન પણ વીડિયો કોન્ફરન્સથી આયોજિત કરવામાં આવશે.

પીએમઓએ નિવેદનમાં જણાવ્યું છે કે રેલવે સ્ટેશન સ્થાનિક સુવિધા અને આધુનિક મુસાફરોની સુવિધા થી સજ્જ થશે. કેવડીયા એ દેશનું પહેલું સ્ટેશન છે જેનું ગ્રીન બિલ્ડિંગ હોવાનું પ્રમાણપત્ર છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!