આજકાલ રાજ્યમાં ચોરીની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે મહેસાણા જિલ્લાની વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસોથી ચોરીની ઘટનાઓ વધી રહી છે. જ્યારે વધુ એક ચોરીની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર કડી તાલુકાના ડરણ ગામમાં આવેલા બુટ ભવાની માતાજીના મંદિરમાં એક યુવક દ્વારા દાનપેટીમાંથી ચોરી કરવામાં આવી છે.
ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થાય છે. ઘટનાની જાણ થતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
મહેસાણામાં બુટ ભવાની માતાજીના મંદિરમાં એક યુવકે દાનપેટીમાંથી કરી ચોરી – સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ pic.twitter.com/2wNLWZDM15
— GUJJU ROCKZ (@gujju_rockz) October 24, 2021
મળતી માહિતી અનુસાર ડરણ ગામમાં રહેતા પહલાદભાઈ ઓધાભાઈ પટેલના ખેતરમાં બુટભવાની માતાજીનું મંદિર આવેલું છે. મળતી માહિતી અનુસાર આ સમગ્ર ઘટના 16 તારીખ ની આસપાસ બની હતી.
16 તારીખ ના રોજ બપોરના સમયે એક વ્યક્તિ મંદિરની અંદર પ્રવેશ કરે છે અને દાનપેટીમાંથી ચોરી કરે છે. સમગ્ર ઘટના મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવી ફુટેજમાં તમે જોઈ શકો છો કે એક યુવક મંદિરની અંદર પ્રવેશ કરે છે.
મંદિરના દરવાજા ની પાસે લાગેલી દાન પેટીને એક લોખંડના સળિયા તોડીને તેની અંદરના પડેલા પૈસા ઉઠાવી લે છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ સમગ્ર ઘટનાને લઇને સ્થાનિક લોકોનું જણાવ્યું છે કે આ અગાઉ પણ છ વખત આ મંદિર માંથી ચોરી થઈ ગઈ છે.
જેના કારણે મંદિરમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યો હતો. ત્યારે ફરી એક વખત ચોરીની ઘટના બની છે. આ સમગ્ર ઘટનાને લઇને મંદિરના વહીવટ કરતા પ્રવીણભાઈ ચીનુભાઈ પટેલે કેડી તાલુકાના પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર ઘટનાને લઇને ફરિયાદ નોંધાવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment