કારમાં જઈ રહેલા 5 લોકોને બોલેરો કારે પાછળથી લગાવી જબરદસ્ત ટક્કર, એક જ પરિવારના 2 બાળકો સહિત 3ના કરૂણ મૃત્યુ…

ગઇકાલે મોડી રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ બનેલી એક દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક જ પરિવારના 2 બાળકો સહિત 5ના કરૃણ મૃત્યુ નિપજયા છે. આ અકસ્માતની ઘટના બુધવારના રોજ મોડી રાતે ભરતપુરમાં બની હતી. મળતી માહિતી અનુસાર વસીમ, આશિક, અરબાઝ, પરવેઝ અને આલમ બુધવારના લગભગ સાત વાગ્યાની આસપાસ ખંડેવાલાથી બજાર જવા માટે નીકળ્યા હતા.

મળતી માહિતી અનુસાર ઘરમાં આઠ દિવસ પહેલા લગ્ન હોવાના કારણે બધા ભાઈઓ લગ્નમાં હાજરી આપવા માટે આવ્યા હતા. મળતી માહિતી અનુસાર મોડી રાત્રે ભાઈઓ કાર લઈને ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે ગામની નજીક પુરપાટ ઝડપે આવતી એક બોલેરો કાર ભાઈઓની કારણે પાછળથી જબરદસ્ત ટક્કર લગાવી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે કાર રસ્તા પર ચારથી પાંચ વખત પલટી ખાઈ ગઈ હતી. આ ઘટના બનતાં સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેઓએ આ ઘટનાની જાણ એમ્બ્યુલન્સ અને પોલીસને કરી દીધી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત થયેલા પાંચ ભાઈઓ ને સારવાર માટે 108ની મદદથી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

જ્યાં સારવાર દરમિયાન તેમનું કરૂણ મૃત્યુ નિપજયુ હતું. આ ઘટનામાં 22 વર્ષીય અરબાઝ, 16 વર્ષીય પરવેઝ, 18 વર્ષીય વસીમના મૃત્યુ થયા છે. આ ત્રણેય એક જ પરિવારના હતા. મૃત્યુ પામેલો 17 વર્ષીય આશિક તેની બહેનનો પુત્ર હતો. જ્યારે મૃત્યુ પામેલો 19 વર્ષનો આલમ તેના મામાનો દીકરો હતો.

આ અકસ્માતની ઘટનામાં બોલેરો કારમાં સવાર સાત લોકો ઇજાગ્રસ્ત થયા હતા. પોલીસે સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માત બનતા જ લગ્નની ખુશીમાં માતમ છવાઇ ગયો હતો. એકસાથે પરિવારના પાંચ લોકોના મૃત્યુ થતા પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

મળતી માહિતી અનુસાર આ ઘટનામાં મૃત્યુ પામેલા વસીમ લગ્ન 8 દિવસ પહેલા થયા હતા. વસીમના લગ્ન હોવાના કારણે તમામ સગાસંબંધીઓ એના ઘરે આવ્યા. પરિવારે આઠ દિવસ પહેલા લગ્ન માટે નવી કાર ખરીદી હતી. આજ કારમાં પાંચેય લોકો ફરવા ગયા હતા અને જ્યારે પરત ફરી રહ્યા હતા ત્યારે તેમને અકસ્માત નડયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*