આઈસર ટ્રક અને ટ્રેઈલર વચ્ચે ટક્કર થતાં સર્જાયો ગંભીર અકસ્માત, ડીસાના 22 વર્ષીય યુવકનું કરુણ મૃત્યુ…

Published on: 2:19 pm, Thu, 19 May 22

હાલમાં બનેલી એક દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર રાજસ્થાન જઇ રહેલા ડીસાના બે યુવકોને રસ્તામાં અકસ્માત નડયો હતો. આ અકસ્માતની ઘટનામાં એક યુવકનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. જ્યારે એક યુવકને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર આઈસર ટ્રક અને ટ્રેઈલર વચ્ચે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં ડીસાના યુવકનું એક યુવકનું મૃત્યુ થયું છે. આ અકસ્માતની ઘટના મંગળવારના રોજ મોડી સાંજે બની હતી.  જ્યારે ડીસાના પાટણ હાઇવે પર આવેલા રેલવે સ્ટેશન ચાર રસ્તા નજીક પૂરગ્રસ્ત કોલોની ખાતે રહેતો 22 વર્ષીય સોહીલ અને મહમદપુરા ગવાડી વિસ્તારમાં રહેતો ફ્યાઝ આઈસર ટ્રક લઈને રાજસ્થાન જવા માટે નીકળ્યા હતા.

આ દરમિયાન મોડી સાંજે રાજસ્થાનના મેડાના નજીક આઈસર ટ્રક ટ્રેઈલર સાથે અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં આઈસર ટ્રકનો આગળનો ભાગ ભાંગીને ભૂકો થઇ ગયો હતો. આ અકસ્માતની ઘટનામાં આઈસર ટ્રક માં આગળ બેઠેલા સાહિલ કુરેશીનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું.

જ્યારે અકસ્માતની ઘટનામાં ફયાઝ કુરેશીને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માતના પગલે આસપાસના લોકો તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત થયેલા યુવકની સૌપ્રથમ પાલનપુર સારવાર માટે લઇ જવામાં આવ્યો.

ત્યાંથી વધુ સારવાર માટે તેને અમદાવાદ ખસેડવામાં આવ્યો છે. અકસ્માત કોની ભૂલના કારણે થયો તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. સાહિલ કુરેશીનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. પરિવારના જવાનજોધ દીકરાનું મૃત્યુ થતાં માતા-પિતા પડી ભાંગ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "આઈસર ટ્રક અને ટ્રેઈલર વચ્ચે ટક્કર થતાં સર્જાયો ગંભીર અકસ્માત, ડીસાના 22 વર્ષીય યુવકનું કરુણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*