સોશિયલ મીડિયાની દુનિયા પર દરરોજ ઘણા અવારનવાર કિસ્સાઓ વાયરલ થતા હોય છે. જ્યારે આપણી સામે ઘણા એવા કિસ્સાઓ આવતા હોય છે. જે સાંભળીને આપણે ભાવુક થઈ જતા હોઈએ છીએ અથવા તો તેમાંથી આપણને ઘણું બધું શીખવા મળતું હોય છે. તમે ઘણા એવા બાળકોને જોયા હશે જેવો નાની ઉંમરમાં ઘણા મોટા મોટા કાર્યો કરતા હોય છે.
ત્યારે આજે આપણે ગુજરાતના નાનકડા એવા ગામની 9 વર્ષની બહાદુર દીકરી વિશે વાત કરવાના છીએ. આ નાનકડી દીકરીએ એવું સેવાકીય કાર્ય કર્યું કે સાંભળીને તમે પણ દીકરીના વખાણ કરતા નહીં થાકો. અલગ અલગ આજે આપણે બનાસકાંઠાના વડગામ તાલુકામાં આવેલા મેદપુરા ગામની અંદર ધોરણ ત્રણમાં ભણતી બાળકી કેન્સર પીડીતો દર્દીઓને વ્હારે કિંજલ દવે આવી છે.
આ બહાદુર દીકરીનું નામ તૃષાબા છે અને તેની ઉંમર 9 વર્ષની છે. મિત્રો તમને જણાવી દઈએ કે આ નાનકડી એવી દીકરીએ કેન્સર પીડીત દર્દીઓ માટે હસતા મોઢે પોતાના અતિપ્રિય વાળ દાનમાં આપી દીધા છે. દીકરીને આ સેવાકીય કામ કરવા માટે તેના માતા પિતાએ પણ સાથ આપ્યો હતો.
હાલમાં આ નાનકડા આવા ગામની દીકરીની ચર્ચાઓ સમગ્ર ગુજરાત રાજ્યમાં ચાલી રહે છે. નાની ઉંમરમાં દીકરીનું સેવાકીય કામ જોઈને લોકો તેના વખાણ કરી રહ્યા છે. મિત્રો તમને જણાવી દઈએ કે બનાસકાંઠા જિલ્લામાં હેર ડોનટ કરનાર તૃષાબા પ્રથમ બાળકી પણ બની છે.
બાળપણથી જ દીકરીને ઈચ્છા હતી કે તે પોતાના વાળનું દાન કરે. પરંતુ તેની ઉંમર નાની હોવાના કારણે તે શક્ય બની શક્યું ન હતું. પરંતુ થોડાક દિવસો પહેલા દીકરીએ પોતાના માતા પિતાને વાળ ડોનેટ કરવાની વાત કરી હતી. દીકરીની વાત સાંભળીને માતા પિતા ખૂબ જ ખુશ થઈ ગયા હતા અને પછી હેર ડોનેશન લેનારી સંસ્થાની શોધખોળ તેમને શરૂ કરી દીધી હતી.
આ દરમિયાન તેમને હૈદરાબાદની એક હેર ડોનેટ સંસ્થા મળી હતી. ત્યાર પછી દીકરીએ પોતાના ઘેર ડોનેટ કરવાનું નક્કી કર્યું. પછી તો માત્ર નવ વર્ષની દીકરીએ કેન્સરગ્રસ્ત સ્ત્રીઓ માટે પોતાના વાળનું દાન કરી દીધું હતું. મિત્રો આ નાનકડી એવી દીકરીના સેવાકીય કામ વિશે તમારું શું કહેવું છે. કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂર જણાવજો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment