કોરોના ની કહેર વચ્ચે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ કરી ચૂક્યા મોટી ભૂલ, ભાજપના અનેક નેતાઓ એ ભોગવી પડશે આ ભૂલની સજા

Published on: 10:51 am, Thu, 10 September 20

હાલ સમગ્ર વિશ્વ જ્યારે કોરોનાની મહામારી સામે પોતાની લડાઈ લડી રહ્યું છે, દેશમાં ફક્ત એક જ દિવસમાં કોરોનાના કેસ 1 લાખને પાર પહોંચી ગયા છે. ત્યારે દેશના અનેક નેતાઓને પોતાની જાત સહિત સામાન્ય માણસના જીવનની પણ કિંમત નથી સમજાતી. આવા અનેક ઉદાહરણો છે જેમાં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલનો સમાવેશ થાય છે.

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખનો હવાલો સંભાળ્યા બાદ તેમણે શરૂ કરેલો પ્રવાસ કાર્યક્રમ તેમના અને બીજા માટે જોખમી સાબિત થશે તેવી અનેક લોકોની ચિંતા હતી પણ આ વાત ની તેમણે પરવાહ કરી નહીં. જેના પરિણામ સ્વરૂપ એક માહિતી પ્રમાણે પાટીલના પ્રવાસના વિવિધ તબ્બકે જોડાયેલા 130 જેટલા ભાજપના નેતા-કાર્યકરો સંક્રમિત થયા છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ રાજ્યસભાની ચૂંટણી જીતવા માટે કોરોનાની જે અવગણના કરી અને હાલમાં પણ તેઓ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે જંગ લડી રહ્યા છે. ખરેખર આ ઘટનામાંથી સામાન્ય માણસોની સાથે ખાસ કરીને નેતાઓએ શિખ લેવાની જરૂર હતી, પણ ચંદ્રકાંત પાટીલે કોઈ શિખ લીધી હોય તેવું લાગતું નથી.

સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવીથી લઈ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં તેમની સાથે પ્રવાસ કરનાર અનેક નેતાઓ અને કાર્યકરો સંક્રમિત થયા આ ઘટના તેમની ભયંકર બેદરકારી સાબિત થઈ છે. જોકે ચંદ્રકાંત પાટીલને જ્યારે એપોલોના કોરોનાના વોર્ડમાં દાખલ કરાયા છે ત્યારે ચંદ્રકાંત પાટીલે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, મારી તબિયત સારી છે. મારો એન્ટીજન ટેસ્ટ નેગેટીવ આવ્યો છે. RT-PCRનો રિપોર્ટ પેન્ડીંગ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી વિજય રુપાણી પણ જ્યારે લોકોની વચ્ચે જઈને ભીડ ભેગી કરવાની ભૂલ કરતાં નથી. ત્યારે શક્તિ પ્રદર્શન કરવા નીકળેલા પાટીલે સાહેબે પોતાના જીવની સાથે ભાજપ ના અનેક નેતાઓને જીવને જોખમમાં મૂક્યું હતું.અત્યારે તો એટલી જ પ્રાથના કે ચંદ્રકાંત પાટીલ, ભરત પંડ્યા સહિત દેશના તમામ સંક્રમિત નાગરિકો જલ્દી સાજા થાય.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!