ગુજરાત રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય પક્ષો વચ્ચે હલચલ મચીગઈ છે. આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ ચૂકી છે. આવનારી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી 182 બેઠક ઉપર તેમના ઉમેદવારો ઊભા રાખશે.
કેટલાક નેતાઓ પક્ષ પલટો કરી રહ્યા છે. સુરત શહેરમાં ભારતીય જનતા પાર્ટીના કેટલાક કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.
ગત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સુરત શહેરમાં આમ આદમી પાર્ટીએ પોતાની એન્ટ્રી કરી હતી. સુરતમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થતાં જ લોકોએ જાહેરમાં ભારતીય જનતા પાર્ટી નો વિરોધ કર્યો છે.
સુરત શહેરના મહાનગરપાલિકાના મેયર હેમાલી બોધવાલાના વોર્ડમાં જે લોકોએ ભાજપ પક્ષની કામગીરીને લઇને નારાજગી જાહેર કરી છે.
અને બેનર લગાવીને પોતાની પરેશાની વ્યક્ત કરી છે. ભારતીય જનતા પાર્ટી નો વિરોધ અડાજણ વિસ્તારમાં હિમગિરિ સોસાયટીના લોકોએ ભાજપ વિરુદ્ધ બેનરો લગાવ્યા અને બેનરમાં લખ્યું કે ભાજપને વોટ આપીને ભૂલ કરી છે.
આ ઉપરાંત બેનરમાં લખ્યું કે અમે ભાજપને વોટ આપીને ભૂલ કરી છે અમોએ છેલ્લા ૨૫ વર્ષથી ભાજપ ને વોટ આપ્યો, પરંતુ ભાજપે અમોને 25 વર્ષથી વિકાસ થી દુર રાખ્યા છે. જેથી કરી આવનાર સમયમાં ભાજપાએ અમારી પાસે વોટ ની ભીખ માંગવી નહીં.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment