સ્વિસ બેન્કમાં ભારતીઓની જમા રકમ આટલા કરોડને પાર? આ મુદ્દે મોદી સરકારે આપ્યો જવાબ.

Published on: 3:22 pm, Sat, 19 June 21

એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સ્વિઝરલેન્ડ ની સ્વિસ બેન્કમાં ભારતીયોની જમા રકમનો આંકડો વધી ગયો છે. તે મુદ્દે ભારત સરકારને રિપોર્ટ આપવામાં આવ્યો હતો પરંતુ ભારત સરકારે એવા રિપોર્ટને ફગાવી દીધા છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે.

કે સ્વિટ્ઝરલેન્ડની સ્વિસ બેન્કમાં ભારતીયોના જમા રકમનો આંકડો 20 હજાર કરોડને પાર પહોંચી ગયો છે. સ્વિટ્ઝરલેન્ડની કેન્દ્રીય બેંક તરફથી ગુરૂવારના રોજ જાહેર કરાયેલ વૈશ્વિક ડેટા મુજબ 2020 દરમિયાન ભારતીય નાગરિકો, સંસ્થાઓ અને કંપનીઓના કાળાનાણા માં વધારો થયો છે.

એટલે કે સ્વિસ બેન્કમાં ભારતીયોના 20700 કરોડ રૂપિયા જમા છે. આ ઉપરાંત રિપોર્ટ અનુસાર સ્વિસ બેન્કમાં 2019 માં ભારતીયોના 6628 કરોડ રૂપિયા કાળુ નાણું નોંધાયું હતું.

2019 થી 2020 ની તુલના કરીએ તો રૂપિયામાં 286 ટકાનો વધારો થયો છે. 13 વર્ષમાં સ્વિસ બેન્કમાં ભારતીયોની આ સૌથી વધારે રકમ છે. સ્વિસ બેન્કમાં ભારતીયોનું નાણું વધ્યું તે મુદ્દે કોંગ્રેસેb સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.

આ ઉપરાંત જણાવ્યું છે કે સરકાર શ્વેતપત્ર લાવી દેશવાસીઓને જણાવે કે આ રૂપિયા કોના છે અને વિદેશની બેંકમાં જમા થયેલ કાળી પાછું લાવવા માટે સરકાર શું પગલાં ઉઠાવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સ્વિસ બેન્કમાં ભારતીઓની જમા રકમ આટલા કરોડને પાર? આ મુદ્દે મોદી સરકારે આપ્યો જવાબ."

Leave a comment

Your email address will not be published.


*