ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે જીવ ટૂંકાવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી તેવી છે કે ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક 14 વર્ષની વિદ્યાર્થીનીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવવી લીધું છે. મળતી માહિતી અનુસાર મૃતક વિદ્યાર્થીની કાનપુરના બીજેપીના નેતાની દીકરી હતી.
તે હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી હતી. જ્યારે વિદ્યાર્થીનીએ આ પગલું ભર્યું ત્યારે ઘરે કોઈ ન હતું. મળતી માહિતી અનુસાર ભાઈ ઘરે પહોંચે છે ત્યારે તે પોતાની બહેનના મૃતદેહને લટકતે હાલતમાં જોવે છે. ત્યારબાદ તે બહેનને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જાય છે. પરંતુ ત્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી.
મૃત્યુ પામેલી વિદ્યાર્થીનીનું નામ અક્ષરા હતું અને તેની ઉંમર 14 વર્ષની હતી. અક્ષરાની માતા મીનાક્ષી નિરાલા નગરની બીજેપીના મંડળ મંત્રી છે. મળતી માહિતી અનુસાર શનિવારના રોજ રાત્રે મીનાક્ષી તેની માતાની સાથે હોસ્પિટલ ગઈ હતી. જ્યારે અક્ષરાના પિતા ઓફિસ પર ગયા હતા અને તેનો ભાઈ કોઈ કામથી ઘરની બહાર ગયો હતો.
થોડીક વાર બાદ જ્યારે અક્ષરાનો ભાઈ ઘરે પરત ફરે છે ત્યારે ઘરનો દરવાજો બંધ હોય છે. તે દરવાજો ખખડાવે છે પરંતુ કોઈ અંદરથી દરવાજો ખોલતું નથી. ત્યારબાદ તે પડોશીની મદદ થી ઘરનો દરવાજો તોડે છે. રૂમની અંદર જઈને જોવે છે ત્યારે ત્યાં અક્ષરાનું મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યું હતું.
ત્યારબાદ અક્ષરાના ભાઈએ આ ઘટનાની જાણ તેના પરિવારજનોને કરી હતી અને તે અક્ષરાને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયો હતો. પરંતુ ત્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.
અક્ષરાએ કયા કારણોસર પોતાનું જીવન ટૂંકાવ્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. મળતી માહિતી અનુસાર આ અંગે પરિવારના લોકોએ પોલીસને જાણ કરી ન હતી. પરંતુ આ બાબતની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment