રસ્તા ઉપર ખતરનાક મગર…! વડોદરામાં એક મહાકાય મગર રોડ ક્રોસ કરતા નજરે પડ્યો, બે બાઈક ચાલકો થંભી ગયા – વીડિયો જોઈ હચમચી જશો…

Published on: 11:08 am, Mon, 18 July 22

મિત્રો ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં સારો વરસાદી માહોલ જામ્યો છે. વડોદરાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે નદી નાળાઓમાંથી મગરો બહાર આવવા લાગ્યા છે. હવે મગરો રહેણાંક વિસ્તારમાં આવી રહ્યા છે. વડોદરાના જાંબુવ ગામમાં રસ્તો ક્રોસ કરી રહેલા એક મહાકાય મગરનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

આ વિડીયો વાયરલ થતા જ ગામના લોકોમાં ભાઈનો માહોલ જોવા મળ્યો હતો. મગરને રોડ ક્રોસ કરતાં જોઈને બે બાઈક ચાલકો થંભી ગયા હતા. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક મહાકાળી મગર રસ્તો ક્રોસ કરતો જોવા મળી રહ્યો છે. મગરને જોઈને બાઈક ચાલકો પોતાની જગ્યાએ જ ઊભા રહી ગયા છે.

એક વ્યક્તિએ આ મગરનો વિડીયો પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી લીધો હતો. હાલમાં આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વડોદરા શહેરમાં આવે મગરો જોવા મળવા એ સામાન્ય બાબત બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. કારેલીબાગ વિસ્તારમાં આવેલા હીરાવંત ચેમ્બરમાં એક મગર નીકળવાની ઘટના બન્યા બાદ જાંબુવા ગામના રસ્તા પર મગર દેખાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

મળતી માહિતી અનુસાર જાંબુવા નદીમાં પૂર આવતા જ મગર નદીમાંથી બહાર આવ્યા હતા. વિશ્વામિત્રી નદી બાદ જાંબુવા નદીમાં મોટાપાયે નગર વસવાટ કરે છે. વરસાદ બાદ મગરો નદીમાંથી બહાર નીકળી આવવાની ઘટનાઓ સામે આવી છે.

આ ઘટના બની તે પહેલા પણ વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલા હીરાવંતી ચેમ્બરમાં મગર આવી ગયો હતો. અહીં રસ્તા ઉપર મગર ને જોઈને કુતરાઓ જોર જોરથી ભસવા લાગ્યા હતા. કુતરાઓને ભસતા જોઈને નજીકમાં રહેતો એક યુવક પથારીમાંથી ઉભો થઈ ગયો હતો અને કુતરાઓને ભગાડવા માટે કુતરાઓ પાસે પહોંચ્યો હતો.

ત્યારે તેને ત્યાં એક મગરને જોયો હતો. આ દ્રશ્ય જોઈને તે જોકે ઉઠ્યો હતો. ત્યારબાદ આ ઘટનાની જાણ મગર, સાપ પકડવાનું કામ કરતી સંસ્થાને કરવામાં આવી હતી. ત્યારબાદ ગણતરીની મિનિટોમાં જ મગરને પકડી લેવામાં આવ્યો હતો. આ ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રસ્તા ઉપર ખતરનાક મગર…! વડોદરામાં એક મહાકાય મગર રોડ ક્રોસ કરતા નજરે પડ્યો, બે બાઈક ચાલકો થંભી ગયા – વીડિયો જોઈ હચમચી જશો…"

Leave a comment

Your email address will not be published.


*