સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે જીવ ટૂંકાવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક તેવી જ ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક ભાજપના નેતાએ પોતાની પત્ની અને બે બાળકો સાથે ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ ઘટના બનતા જ ચારેય બાજુ ભારે અફરાતફરી મચી ગઈ છે. આ પગલું ભરતા પહેલા ભાજપના નેતાએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર એક હદયસ્પર્શી પોસ્ટ પણ મૂકી હતી.
આ પોસ્ટ વાંચીને તમે પણ ભાવુક થઈ જશો. આ ઘટના બનતા જ ચારે બાજુમાં તમે છવાઈ ગયો છે. મળતી માહિતી અનુસાર આ ઘટના મધ્યપ્રદેશના વિદિશામાં બની હતી. અહીં દુર્ગા નગરના ભાજપના મંડળ ઉપાધ્યક્ષ અને પૂર્વ કાઉન્સિલર સંજીવ મિશ્રાએ પોતાના પરિવાર સાથે ઝેરી દવા પી લીધી હતી. ત્યારબાદ સંજીવ મિશ્રા તેમની પત્ની અને બંને બાળકોને ગંભીર હાલતમાં જિલ્લાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
અહીં હોસ્પિટલમાં સૌપ્રથમ સંજીવ મિશ્રાના બંને બાળકો અને ત્યારબાદ સંજીવ મિશ્રા અને ત્યારબાદ તેમની પત્નીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. મળતી માહિતી અનુસાર બીજેપીના નેતા સંજીવ મિશ્રા ગુરુવારના રોજ સાંજે લગભગ છ વાગ્યાની આસપાસ તેમના પરિવાર સાથે ઘરે હતા. સુસાઇડના થોડાક દિવસો પહેલા સંજીવ મીસરાય પોતાના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી. જેમાં તેમને લખ્યું હતું કે “ભગવાન દુશ્મનના બાળકોને પણ આ રોગ ન આપે. મસ્ક્યુલર ડિસ્ટ્રોફી DMD.”
તેમની આ પોસ્ટ જોયા બાદ સાથી લોકોને ખબર પડી. સાંજે લગભગ 6.45 કલાકે એક સંબંધી તેમના ઘરે પહોંચ્યા હતા. ત્યારે તેમનો ઘરનો દરવાજો બંધ હતો. ત્યારબાદ શંકાના આધારે સંબંધીએ ઘરનો દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારે અંદર પરિવારના ચારેય સભ્યો બેભાન અવસ્થામાં પડેલા જોવા મળ્યા હતા. ત્યાર પછી ચારેયને તાત્કાલિક સારવાર માટે જિલ્લાની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.
અહીં હોસ્પિટલમાં 45 વર્ષીય સંજીવ મિશ્રા, તેમની 42 વર્ષીય પત્ની નીલમ મિશ્રા, 13 વર્ષીય દીકરો અનમોલ અને 7 વર્ષનો દીકરો સાર્થકનું મૃત્યુ થયું હતું. આ ઘટનાની જાણ થતા જ બીજેપીના નેતાઓ તાત્કાલિક ધોરણે હોસ્પિટલ દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતા જિલ્લા પ્રશાસન અને પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.
સંજીવ મિશ્રાએક સુસાઇડ નોટ પણ લખી હતી. જેમાં લખ્યું હતું કે “હું મારા બાળકોને બચાવી શકવા સક્ષમ નથી. મારે હવે જીવવાનું નથી. હાલમાં પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના બનતા જ ચારેય બાજુ માતમ છવાઈ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment