ખજૂર ભાઈ અને તેમના ભાવિ પત્ની મીનાક્ષી દવેની ખૂબ જ સુંદર તસવીરો આવી સામે..! બંનેની આ જોડી એવી સુંદર લાગી રહી છે કે જોઈને તમે પણ… જુઓ તસવીરો…

Published on: 11:26 am, Fri, 27 January 23

મિત્રો તમે બધા ગુજરાતના સોનુ સુદ તરીકે ઓળખાતા એવા ખજૂર ભાઈને તો જરૂર ઓળખતા હશો. ખજૂર ભાઈ હંમેશા પોતાના સેવાકીય કામના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. અત્યાર સુધીમાં ખજૂર ભાઈએ પોતાના સેવાકીય કામથી લાખો ગુજરાતી લોકોના દિલ જીતી લીધા છે. આજથી થોડાક સમય પહેલા ખજૂરભાઈએ પોતાની સગાઈનો એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.

ખજૂરભાઈનો સગાઈ નો ફોટો જોઈને તેમના ચાહકો ચોકી ઉઠ્યા હતા. ત્યારબાદ ખજૂરભાઈને ખુબ ખુબ અભિનંદન આપ્યા હતા. ખજૂર ભાઈની સગાઈ મીનાક્ષી દવે નામની છોકરી સાથે થઈ છે. હજારો લોકોના દિલમાં રાજ કરનાર એવા ખજૂરભાઈ એક એવી છોકરીને પોતાની જીવનસાથી બનાવી છે કે જે સામાન્ય ઘરની છે અને લાઈમલાઈટથી પણ દૂર છે.

 

View this post on Instagram

 

A post shared by Rx meenakshi dave (@meenakshi_dave_)

મિત્રો તમને જણાવી દઈએ કે, ખજૂરભાઈ એક અંધ માજી રામજીમાના ગામે ગયા હતા. ત્યારે તેમની પહેલી વખત મીનાક્ષી દવે સાથે મુલાકાત થઈ હતી. ત્યાં મીનાક્ષી દવે ખજૂરભાઈ સાથે ફોટો પણ પડાવ્યો હતો. મિત્રો તમને જણાવી દઈએ કે ખજૂરભાઈના મમ્મીને મીનાક્ષી દવે ખૂબ જ પસંદ આવી હતી. ત્યારબાદ તેમને મીનાક્ષીના પિતા પાસે પોતાના દીકરાનું માંગુ નાખ્યું હતું.

આ માંગુ મીનાક્ષી દવે અને તેમના પરિવાર રાજીખુશી સ્વીકારી લીધું હતું. ત્યારબાદ ખજૂરભાઈ અને મીનાક્ષી દવેની ધામધૂમથી સગાઈ કરવામાં આવી હતી. લોકોને બંનેની આ જોડી ખૂબ જ પસંદ આવી છે. સગાઈબાદ ખજૂર ભાઈ અને મીનાક્ષી દવે પહેલી વખત એક કાફેમાં જોવા મળ્યા હતા. ત્યારબાદ ખજૂરભાઈ અને મીનાક્ષી દવે દરિયાકિનારે કાર રાઈડની મોજ માણતા જોવા મળ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Rx meenakshi dave (@meenakshi_dave_)

તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર ખજૂર ભાઈ અને તેમના ભાવી પત્ની મીનાક્ષી દવેને સુંદર ફોટા વાયરલ થઈ રહ્યા છે. આ તસવીરો લગભગ ખજૂરભાઈના ભાઈના લગ્નની છે. જેમાં તમે જોઈ શકો છો કે ખજૂર ભાઈએ સિલ્વર કલરની શેરવાની પહેરી છે અને મીનાક્ષી દવેએ પર્પલ કલરની ચોલી પહેરી છે.

આ ફોટામાં ખજૂર ભાઈ રાજા અને મીનાક્ષી દવે રાજકુમારી જેવા લાગી રહ્યા છે. હાલમાં તેમની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. વિડિયો આ તસવીરો જોઈને લોકો કોમેન્ટ બોક્ષમાં ખૂબ જ સુંદર સુંદર કોમેન્ટ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ખજૂર ભાઈ અને તેમના ભાવિ પત્ની મીનાક્ષી દવેની ખૂબ જ સુંદર તસવીરો આવી સામે..! બંનેની આ જોડી એવી સુંદર લાગી રહી છે કે જોઈને તમે પણ… જુઓ તસવીરો…"

Leave a comment

Your email address will not be published.


*