સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપે ઉતારી 500 વકીલોની ફોજ, જાણો કેમ?

101

સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ કોઈ પણ કચાશ રાખવા માંગતી નથી અને એટલા માટે ભાજપે આઈટી સેલ ની સાથે સાથે લીગલ સેલ ને પણ એક્ટિવ કર્યું છે. ભાજપ દ્વારા દરેક વોર્ડ દીઠ બે વકીલ ની ટીમ ને ઉતારવામાં આવી છે. ભાજપ 6 મહાનગરપાલિકા.

તાલુકા પંચાયત,જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં 500 જેટલા વકીલોની ફોજ ઉતારી છે.આ વકીલ ઉમેદવારના ફોર્મ ભરવાથી લઇને તમામ લીગલ મેટરને સંભળાશે. ભાજપે લીગલ સેલના એક્ટિવ કરતા.

વકીલો માં પણ ઉત્સાહ જોવા મળ્યો છે.અને દાવો છે કે તેઓ કોઈપણ ઉમેદવારના ફોર્મ રિજેક્ટ થવા દેશે નહીં. આ તમામ વકીલો ને ટ્રેનિંગ આપવામાં આવી છે અને વોર્ડ દીઠ વકીલોના નામ પણ નક્કી કરવામાં આવ્યા છે.

ભાજપના નિર્ણય અનુસાર આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ત્રણ ટર્મથી ચૂંટાતા આવતા નેતા, 60 વર્ષથી વધારે ઉંમર આવતા ઉમેદવારોના ફોર્મ ભરી શકાશે નહીં.એટલા માટે આ વખતે ભાજપ નવા ચહેરાઓને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.

જેથી ઉમેદવારના ફોર્મ ભરવામાં કોઈ કાયદાકીય ભૂલ ન થાય તે માટે ભાજપે લીગલ સેલ ને એક્ટિવ કર્યો છે.એટલે આ વખતે ભાજપ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નાનામાં નાની પણ ભૂલ કરવા માંગતા નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!