ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણી ને લઈને ભાજપે જાહેર કર્યા 7 ઉમેદવારના નામ, જાણો કઇ બેઠક પર કોનુ છે નામ

રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણી તારીખ 3 નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવી છે.ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગીની કવાયત શરૂ કરવામાં આવી હતી ત્યારે ભાજપ દ્વારા સિનિયર નેતાઓ અને આગેવાનો સાથે બેઠક કર્યા બાદ હવે સાત બેઠક પર પેટા ચૂંટણીના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.

મોરબી :
બ્રિજેશ મેરજા

ધારી :
જે.વી. કાકડીયા

અબડાસા :
પ્રદ્યુમનસિંહ જાડેજા

ગઢડા :
આત્મારામ પરમાર

કપરાડા :
જીતુ ચૌધરી

કરજણ :
અક્ષય પટેલ

ડાંગ :
વિજય પટેલ

ભાજપ દ્વારા ઉપર જણાવ્યા મુજબ 7 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે તેમાંથી સૌથી મોટું નામ લીધા બેઠક પરથી આત્મારામ પરમાર નું છે. કારણ કે,આત્મારામ પરમાર કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે અને રૂપાણી સરકારમાં તો સામાજિક મંત્રી તરીકે કાર્ય કરી ચૂક્યા છે અને ડેપ્યુટી સ્પીકર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે.

ભાજપે ગઢડા બેઠક પરથી પક્ષ પલટુ ઉમેદવારને ટિકિટ આપી નથી પરંતુ મોરબી, કપરાડા, કરજણ અને ધારી બેઠકના પક્ષ પલટુ નેતાઓને ભાજપે ટિકિટ આપીને પેટાચૂંટણીમાં મેદાને ઉતાર્યા છે. ભાજપ દ્વારા એક લિંબડી બેઠક પરથી ઉમેદવાર નામની જાહેરાત કરવામાં આવી હતી.

ત્યારે હવે એ જોવાનું છે કે કોંગ્રેસ ભાજપના ઉમેદવારોની સામે કયા ઉમેદવારોના નામની જાહેરાત કરે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*