ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે 2022 ની વિધાનસભાની ચૂંટણી માટે 182 માંથી 182 બેઠકો જીતવાનું લક્ષ્યાંક રાખ્યું છે ત્યારે હવે 2022 માં તમામ બેઠકો સર કરવા ભાજપ દ્વારા માઈક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે તેમજ 2017 માં ગુમાવેલી બેઠકો મત કેવી રણનીતિ સાથે કામ કરી રહ્યા છે.
ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ વારંવાર વિધાનસભાની ચૂંટણીમા 182 માંથી 182 બેઠકો મેળવવાની વાત કરી રહ્યા છે અને રાજ્યમાં જ્યાં પણ કાર્યક્રમ હોય તે સમારંભ હોય ત્યાં આ વાત કરી રહ્યા છે. આ જીત માટે ભાજપ પ્રજા સુધી પહોંચવા
તેમજ કોરોના મહામારીમાં સરકારની ખરડાયેલી છબી સુધારવા માટે નેતૃત્વ પરિવર્તન કરીને લોકમાનસ પર સરકારની છબી બદલવાની મહત્વનો નિર્ણય કરવામાં આવી રહ્યો છે.ભાજપે 2017 માં જે બેઠકો ગુમાવી હતી તેના કારણો શોધી ને રણનીતિ હાથ ધરી છે.
આમ આદમી પાર્ટીની એન્ટ્રીને ભાજપે તમામ રીતે પારખી રહ્યું છે પણ માનવામાં આવી રહ્યું છે કે આમ આદમી પાર્ટી આવતા ભાજપને નહીં પણ કોંગ્રેસને મોટું નુકસાન થઈ રહ્યું છે. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પરથી સ્પષ્ટ દેખાઈ આવે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment