દીકરી માટે છોકરો જોવા જતાં પરિવારનો રસ્તામાં સર્જાયો ગંભીર અકસ્માત, માતા સહિત બે લોકોના મૃત્યુ…

Published on: 9:59 am, Sat, 30 October 21

ગુજરાતમાં આજકાલ અકસ્માતની ઘટનાઓ દિવસે દિવસે વધતી જાય છે. ત્યારે મહેસાણા જિલ્લાની એક અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર મહેસાણા જિલ્લાના બુડાસણ ગામના એક પરિવારની કારનું નંદાસણ પાસે ગંભીર આકાશમાં દેખાયું હતું અકસ્માતમાં ડ્રાઈવર સહિત બે લોકોના કરૂણ મૃત્યુ થયા છે.

મળતી માહિતી અનુસાર બુડાસણનો પરિવાર દીકરી માટે છોકરો જોઈને ઘરે પરત ફરી રહ્યો હતો. ત્યારે અચાનક જ એક કારનું ટાયર ફાટતા તે કાર પરિવારની બીજી કાર સાથે અથડાઈ હતી.

આ અકસ્માતમાં દીકરીની માતા અને કારના ડ્રાઇવરનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર જ્યારે આ ઘટના બની ત્યારે કારની અંદર અંદાજે પાંચ લોકો સવાર હતા.

મળતી માહિતી અનુસાર મહેસાણા જિલ્લાના કડી તાલુકા પાસે આવેલા બુડાસણ ગામમાં રહેતા ફતેહખાન પોતાની દીકરી માટે વિસનગર છોકરો જોવા માટે ગયા હતા. ફતેહખાનની સાથે તેમના એક સંબંધી તેમની સાથે ગાડી લઈને આવ્યા હતા.

કારની અંદર ફતેગંજની સાથે તેની બે પત્ની સહિત કુલ પાંચ લોકો સવાર હતા. મળતી માહિતી અનુસાર તેઓ છોકરો જોઈને ઘર તરફ ભરત આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં અચાનક કારનું ટાયર ફાટતા તેમની કાર તેમની સાથે આવેલી અન્ય કાર સાથે અથડાઈ હતી.

જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં દીકરીની માતા અને ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ ઉપરાંત કારમાં સવાર બાકી રહેતા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તેઓને સારવાર માટે તાત્કાલીક કેડી માં આવેલી ભાગ્યોદય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "દીકરી માટે છોકરો જોવા જતાં પરિવારનો રસ્તામાં સર્જાયો ગંભીર અકસ્માત, માતા સહિત બે લોકોના મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*