દિવાળી પહેલા રાજ્ય સરકારની મોટી જાહેરાત,માત્ર એક હજાર રૂપિયામાં મળશે પોતાનું ઘર

Published on: 4:43 pm, Fri, 29 October 21

યોગી સરકાર દ્વારા દિવાળી પર ઉત્તર પ્રદેશના ઝુપડપટ્ટી વાસીઓને મોટી ભેટ આપવામાં આવી છે. સરકારી જમીન પર ઝૂપડપટ્ટીમાં રહેતા લોકોને આ જગ્યાએ બહુમાળી ઇમારતો બનાવી ને પાકા મકાનો ફાળવવામાં આવશે. હજાર રૂપિયાની નજીવી ફી લઈને પાકા ઘર ની ફાળવણી કરાશે.

ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે આયોજીત થનારી વિધાનસભાની ચૂંટણીને લઈને ઉત્તર પ્રદેશમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઇ ગઇ છે.યોગી સરકાર દ્વારા ઝૂપડપટ્ટીમાં રહેતા લોકોને દિવાળી પર મોટી ભેટ આપવામાં આવી છે. સરકારી તથા જમીન પર ઝૂપડપટ્ટીમાં રહેતા લોકોને આ જગ્યાએ બહુમાળી ઇમારતો બનાવી ને પાકા મકાનો આપી દેવામાં આવશે.

જ્યારે ઘરની ફાળવણી માટે હજાર રૂપિયાની નજીવી ફી લેવાશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુરુવારની કેબિનેટ બાય સર્ક્યુલેશનમાં આ પ્રસ્તાવને પરવાનગી આપી દેવામાં આવી હતી અને આ બેઠકમાં યોગીએ આની માટે શહેરી વિકાસ વિભાગ, ઉત્તર પ્રદેશ ઈન સીટુ સ્લમ રીડેવલોપમેન્ટ પોલીસી 2021 ની દરખાસ્તને પરવાનગી આપી દેવાય છે.

રાજ્યના શહેરી વિસ્તારોમાં લોકો ઝુપડપટ્ટી રહેવા માટે મજબૂર બન્યા છે. મુખ્યમંત્રીની સૂચનાથી શહેરી વિકાસ વિભાગે ઝૂંપડપટ્ટી માં રહેતા લોકોને પાકા મકાનો આપવા માટે દરખાસ્ત તૈયાર કરી હતી. મુખ્ય સચિવની હાજરીમાં રાજ્ય સ્તરીય સત્તા મંડળ ની સક્ષમ રચના કરાશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "દિવાળી પહેલા રાજ્ય સરકારની મોટી જાહેરાત,માત્ર એક હજાર રૂપિયામાં મળશે પોતાનું ઘર"

Leave a comment

Your email address will not be published.


*