ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. ત્યારે ગઈકાલે રાજકોટના 150 ફૂટ રીંગ રોડ ઉપર એક ભયાનક અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતની ઘટનામાં હર્ષ દાવડા નામના યુવાને પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઘટનાના એક સીસીટીવી ફૂટેજ પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
હર્ષ પોતાના માતા-પિતાનો એકનો એક દીકરો હતો. હર્ષનું મૃત્યુ થતા જ પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજકોટના 150 ફૂટ રીંગ રોડ ઉપર મહાનગરપાલિકાની ઘોર બેદરકારીને કારણે શુક્રવારના રોજ એક ગંભીર અકસ્માતની ઘટના બની હતી.
મહાનગરપાલિકા દ્વારા રસ્તા પર કામગીરી ચાલુ હતી. આ કામગીરીના ભાગરૂપે એક મોટો ખાડો ખોદવામાં આવ્યો છે, પરંતુ ત્યાં કોઈ પણ પ્રકારનો ડાયવર્ઝન મૂકવામાં આવ્યો ન હતું. જેના કારણે બાઇક ચાલક હર્ષ ખાડામાં પડી ગયો હતો અને તેનું મૃત્યુ થયું હતું. દીકરાના મૃત્યુના સમાચાર મળતા જ પિતા ચોધાર આંસુએ રડી પડ્યા હતા.
હર્ષ બાઈક લઈને જતો હતો ત્યારે આગળ જતી બાઇકને ઓવરટેક કરતી વખતે તેની ટક્કર આગળ જતી બાઇક સાથે થઈ હતી. જેના કારણે ગંભીર અકસ્માતની ઘટના બની હતી. ટક્કર એટલી જોરદાર હતી કે હર્ષ રોડ ઉપર ઘસડાઈને મોટા ખાડામાં પડ્યો હતો આ કારણોસર તેનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું.
સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. હાલમાં આ ઘટનાને સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. ઘટનાના વાયરલ ધરેલા સીસીટીવી ફૂટેજમાં જોઈ શકો છો કે રોડ ઉપર અચાનક જ બાઈક આવતા હર્ષનું વાહન ઓવર સ્પીડમાં અન્ય બાઇક સાથે અથડાયું હતું.
બાઈકની ઝડપ બની ગઈ મોતની સજા..! રાજકોટમાં પરિવારના એકના એક લાડકવાયા દીકરાનું માત્ર 10 સેકન્ડમાં મોત…જુઓ અકસ્માતનો લાઈવ વિડિયો… pic.twitter.com/ArGu2x8Io2
— GUJJU ROCKZ (@gujju_rockz) January 28, 2023
ત્યારબાદ હર્ષ એક મોટા ખાડામાં પડ્યો હતો. આ કારણોસર માત્ર 10 સેકન્ડમાં તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. ઘટનાના વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજ જોઈને તમે જ કહો કે આ અકસ્માતની ઘટના કોની ભૂલના કારણે બની છે. તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સમાં જરૂર આપજો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment