હા મોજ હા..! ખજૂરભાઈએ પોતાના ભાઈના લગ્નમાં ઢોલ પર ચડીને કર્યો અનોખો ડાન્સ… જુઓ ખજૂરભાઈનો ડાન્સનો વિડીયો….

Published on: 5:25 pm, Sat, 28 January 23

મિત્રો તમે બધા ખજૂરભાઈને તો જરૂર ઓળખતા હશો. ખજૂરભાઈ હંમેશા પોતાના સેવાકીય કાર્યોના કારણે ચર્ચામાં રહે છે. અત્યાર સુધીમાં ખજૂરભાઈ સેકડો ગરીબ અને જરૂરિયાત મંદ લોકોને નવા ઘર બનાવી આપ્યા છે. ખજૂરભાઈની સગાઈ થોડાક મહિના પહેલા મીનાક્ષી દવે નામની યુવતી સાથે થઈ છે.

ખજૂર ભાઈ સોશિયલ મીડિયા પર પોતાની સગાઈનો ફોટો શેર કરીને તેમના ચાહકોને આ વાતની જાણકારી આપી હતી.  સગાઈ થઈ ગયા બાદ ખજૂરભાઈ અને તેમની ભાવિ પત્ની મીનાક્ષી દવેના ઘણા ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. લોકો બંનેની આ જોડીને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

ગઈકાલે ખજૂરભાઈ અને તેમની ભાવિ પત્નીના ખૂબ જ સુંદર ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ તસવીરો ખજૂરભાઈના ભાઈના લગ્નની હતી. જ્યારે હાલમાં સોશિયલ મીડિયા પર પોતાના ભાઈના લગ્નમાં મન મૂકીને ડાન્સ કરતા ખજૂરભાઈનો એક વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, પોતાના ભાઈની જાનમાં ખજૂરભાઈ ઢોલ ઉપર ચડીને અનોખા અંદાજમાં ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. ખજૂરભાઈ સુટ બુટ પહેરી અને કાળા ચશ્મા લગાવીને ભાઈના લગ્નમાં ડાન્સ કરી રહ્યા છે.

વીડિયોમાં વધુમાં તમે જોઈ શકો છો કે, ખજૂરભાઈ ઢોલ વગાડનાર વ્યક્તિના ખભા ઉપર બેઠેલા જોવા મળી રહ્યા છે અને પોતાના હાથ ઊંચો કરીને ડાન્સ કરતા નજરે પડી રહ્યા છે. ખજૂરભાઈનો અનોખો ડાન્સ જોઈને જાનમાં હાજર અન્ય જાનૈયાઓ પણ મન મૂકીને ડાન્સ કરે છે. ખજૂરભાઈનો આ ડાન્સનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલો વિડિયો તેમના ભાઈના લગ્નનો છે તેવું કહેવામાં આવી રહ્યું છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે ખજૂરભાઈએ પોતાના ભાઈના લગ્નમાં ડાન્સ કરીને લોકોને મોજ કરાવી દીધી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "હા મોજ હા..! ખજૂરભાઈએ પોતાના ભાઈના લગ્નમાં ઢોલ પર ચડીને કર્યો અનોખો ડાન્સ… જુઓ ખજૂરભાઈનો ડાન્સનો વિડીયો…."

Leave a comment

Your email address will not be published.


*