શિયાળાની ઋતુની શરૂઆત થતા જ લીલી શાકભાજી માર્કેટ યાર્ડોમાં ભરપૂર આવક થતી હોય છે.જેને લઇને લીલી શાકભાજીના ભાવમાં પણ ઘટાડો થતો હોય છે. બનાસકાંઠા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં શિયાળાની ઠંડી નું પ્રમાણ વધતાં શાકભાજીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે.
શાળાની ઋતુમાં શાકભાજીનો મેળા ને લઇ દરેક પ્રકારની શાકભાજીની ભરપૂર આવક જોવા મળતી હોય છે. જિલ્લામાં એક અઠવાડિયા પહેલા સો રૂપિયાની કિલો મળતી શાકભાજી આજે 40 થી 50 રૂપિયા થઈ ગયા છે.
શિયાળાની ઋતુ નુ હવામાન યથાવત જળવાઈ રહે તો આગામી સમયમાં શાકભાજી હજુ વધુ આવક થતા હાલમાં પણ ઘટાડો નોંધાશે પરંતુ અત્યારે તો શાકભાજી 50 ટકા જેટલો ઘટાડો ગૃહિણીઓને મોટી રાહત થઇ છે.
બનાસકાંઠા જિલ્લાના અનેક ભાગોમાં શાકભાજીનું વાવેતર થતું હોય છે. જેમાં ડીસા તાલુકાના ઢુંવા, ધરપડા,શેરગંજ,રાજપુર,માલગઢ, કુપટ,રાણપુર સહિતના અનેક ગામોમાં ખેડૂતોએ પણ વિવિધ શાકભાજી નું વાવેતર કર્યું છે.જિલ્લામાં અત્યાર સુધી ફૂલ 6563 હેકટર માં વાવેતર કર્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment