ખૂબ જ સસ્તામાં બુક કરાવી શકો છો LPG સિલિન્ડર,આ રીતે મેળવો ગેસ સિલિન્ડર પર લાભ

Published on: 11:05 am, Sun, 26 December 21

સતત વધતી જતી મોંઘવારી વચ્ચે તમારા માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. હવે તમે એલપીજી સિલિન્ડર સસ્તામાં બુક કરાવી શકો છો. એક ખાસ ઓફર હેઠળ LPG સિલિન્ડર બુક કરાવવા પર 2700 રૂપિયાનો બમપર નફો મેળવી શકો છો.આ નફા માટે તમારે પેટીએમ દ્વારા ગેસ બુક કરાવવાની જરૂર છે.

આ ખાસ ઓફર હેઠળ પેટીએમ દ્વારા LPG સિલિન્ડર બુક કરશો તો તમને 2700 રૂપિયાનો સીધો ફાયદો મળશે. વાસ્તવમાં પેટીએમ એ LPG સિલિન્ડર બુક કરવા પર કેશબેક અને અન્ય ઘણા ઇનામોની જાહેરાત કરવામાં આવી છે.

હાલ પેટીએમ દ્વારા કેશબેક ઓફર 3 પે 2700 નામની સ્કીમ લોન્ચ કરી છે.નવા યુઝર્સ આ ઓફર નો લાભ લઇ શકે છે.જેમાં તેમને સતત ત્રણ મહિના સુધી પહેલા બુકિંગ પર 900 રૂપિયા સુધીનું કેષબેક મળશે.

આ ઓફર ના નિયમો અને શરતો પણ છે. વાસ્તવમાં આ કેશબેક માત્ર LPG સિલિન્ડર બુક કરાવતા ગ્રાહકોને જ મળશે. દર મહિને ત્રણ ગેસ સિલિન્ડર બુક કરવાથી પહેલા બુકિંગ પર 900 રૂપિયા સુધી નું કેશબેક મળશે.આ કેશબેક ત્રણ મહિના સુધી ઉપલબ્ધ રહેશે.આ કેશબેક 10 રૂપિયાથી 900 રૂપિયા સુધીનું હોય શકે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ખૂબ જ સસ્તામાં બુક કરાવી શકો છો LPG સિલિન્ડર,આ રીતે મેળવો ગેસ સિલિન્ડર પર લાભ"

Leave a comment

Your email address will not be published.


*