ગુજરાત સરકાર લોકડાઉન લગાવવા મનાઈ ફરમાવી રહ્યા છે ત્યારે કોરોના ના આંકડા કંઈક અલગ જ કહી રહ્યા છે. રાજ્યમાં કોરોનાના વધુ 10340 કેસ સામે આવી રહા છે જેની સામે 3981 દર્દીઓ સાજા પણ થયા છે જ્યારે 110 લોકોના મોત થયા છે.
ગઈકાલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે બધી હોસ્પિટલ બેડ ભરેલા છે. ઓક્સિજન લેવલ 95 થી ઘટે તો જ હોસ્પિટલમાં દાખલ થાય. એક અઠવાડિયામાં જીએમડીસી ગ્રાઉન્ડમાં 900 બેડ ની હોસ્પિટલ શરૂ કરાશે.
હાલ દર્દીઓની 108 માં ઓકસીજન આપીને સારવાર થઈ રહી છે. ગુજરાતમાં કોરોના નો કહેર વર્તાવી રહ્યો છે ત્યારે રાજ્યના ડોક્ટરો અને કલાકારોએ ગુજરાતમાં 10-15 દિવસ નું લોકડાઉન લાગુ કરવાની સરકાર ને અપીલ છે.
રાજ્યમાં આઇસીયુ ફૂલ છે, દવા ખૂટી પડી છે,ઓકસીજન ઉણપ છે,ડોકટરો પણ થાકી ગયા છે જેથી સરકારે લોકડાઉન લગાવવું જરૂરી છે.
ગુજરાતમાં વધી રહેલા કોરોના સંક્રમણ ને કારણે રાજ્યની સ્થિતિ બગડી છે.આજે અમદાવાદ માં સૌથી વધુ કેસો સામે આવી રહ્યા છે.
ત્યારે નરોડા વેપારી એસોસિયેશન તથા નરોડા ગ્રામજનોના કોરોના મહામારીને ધ્યાને રાખી 20 એપ્રિલ સુધી 3 દિવસ માટે ફરજિયાત બંધ નું એલાન કર્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment