ગુજરાત રાજ્યમાં કોરોના ના કેસ દિવસે ને દિવસે ઘટતી જોવા મળી રહ્યા છે. ફરીથી રાજ્યમાં જનજીવન રાબેતા મુજબ ધીમે ધીમે શરૂ થઈ રહ્યું છે. ત્યારે હવે ગુજરાત સરકાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ હટાવવા અને કોરોના નિયમોને હળવા કરવા માટે વિચારણા કરી શકે છે.
મળતી માહિતી અનુસાર આગામી 1 ડિસેમ્બરના રોજ ગુજરાતના મોટા શહેરોમાંથી રાત્રી કર્ફ્યુ હટાવવામાં આવી શકે છે. આ ઉપરાંત લગ્નની સિઝન પણ ધીમે-ધીમે જામી રહી છે. મળતી માહિતી અનુસાર આગામી સમયમાં રાજ્યના લોકોને સામાજિક પ્રસંગ અને લગ્નના લગતા નિયમોમાં પણ છૂટછાટ મળી શકે છે.
મળતી માહિતી અનુસાર જે લોકોએ રસીના 2 ડોઝ નથી લીધા તે લોકો સામે કાર્યવાહી કરવામાં આવી શકે છે. ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કુલ 9283 કેસ નોંધાયા છે. ત્યારે બીજી તરફ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 10949 લોકો સાજા થયા છે.
રાજ્યમાં દિવસેને દિવસે એક્ટિવ કેસની સંખ્યા ઘટતી જોવા મળી રહી છે. રાજ્યમાં રિકવરી રેટ વધીને 98.33 ટકાએ પહોંચ્યો છે. દેશમાં રસી ની વાત કરીએ તો અત્યાર સુધીમાં દેશમાં કુલ 118 કરોડથી પણ વધારે લોકોએ કોરોનાની રસી લગાવી છે.
દેશના મોટાભાગના રાજ્યોમાં રસીકરણ અભિયાનને ઝડપ પકડી છે. લોકોમાં રસી ને લઈને જાગૃતતા આવી રહી છે. હવે દેશમાં ટૂંક સમયમાં રસી લેનારનો આંકડો 120 કરોડને પાર પહોંચી શકે તેવી આશા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment