દાહોદમાં એક યુવકે યુવતીને જંગલમાં લઇ જઇને સળગાવી દીધી, જાણો શા માટે યુવકે કર્યું આવું કાર્ય…

Published on: 10:46 am, Thu, 25 November 21

દાહોદમાંથી એક રૂવાટા ઉભા કરી દે તેવી ઘટના સામે આવી છે. દાહોદ જિલ્લામાં મંગળવારના રોજ સંજેલીના ભાણપુરના જંગલમાંથી બળેલી હાલતમાં એક યુવતીનું મૃતદેહ મળી આવ્યું હતું આ ઘટના બનતા જ ચકચાર મચી ગઇ હતી. આ સમગ્ર ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચીને તે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે યુવતીની ઓળખ કરતા મૃતક યુવતી દાહોદની કૃતિકા બરંડા હોવાનું બહાર આવ્યું હતું.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી યુવતી દાહોદની સાયન્સ કોલેજમાં બીએસસી માં અભ્યાસ કરતી હતી. મળતી માહિતી અનુસાર ૨૨ નવેમ્બરના રોજ યુવતી ઘરે પરત ન આવે ત્યારે તેના પિતાએ યુવતીની શોધખોળ શરૂ કરી હતી યુવતીની શોધખોળ કરતાં તેની જાણ ન થતા તેના પિતાએ દાહોદ ટાઉન પોલીસમાં યુવતી ગુમ થઈ છે તેવી ફરિયાદ નોંધાવી હતી.

યુવતીનો મૃતદેહ જંગલમાંથી મળી આવ્યું હતું. મળતી માહિતી અનુસાર યુવતીના કપડાં ઉપરથી તેના પિતાએ તેની ઓળખ કરી હતી. આ સમગ્ર ઘટનાને લઇને યુવતીના પિતાએ દાહોદના વાંદરીયા ખાતે રહેતા યુવતીના પ્રેમી મેહુલ પરમાર ઉપર શંકા વ્યક્ત કરી હતી. ત્યારબાદ પોલીસે ધરપકડ કરી હતી.

અને પૂછપરછમાં મેહુલ પરમાર એ પોતાનો આરોપ કબૂલ કર્યો હતો. મેહુલ પરમારે જણાવ્યું કે તેની અને કૃતિકા વચ્ચે છેલ્લા એક વર્ષથી પ્રેમસંબંધ હતો. અને છેલ્લા બે મહિનાથી કૃતિકા એ મેહુલ સાથે વાત કરવાનું કે મળવાનું બંધ કરી દીધું હતું. કૃતિકાના વર્તન પરથી મેહુલ એવું નક્કી કર્યું કે કૃતિકા ને કોઈ બીજો યુવક પસંદ છે.

આ વહેમ ના પગલે તેને કૃતિકા નો જીવ લઈ લેવાનું નક્કી કર્યું. ત્યારબાદ 21 નવેમ્બરના રોજ મેહુલે કૃતિકા સાથે વાત કરીને તેને કહ્યું કે તું મળવા આવીશ તો મારી પાસે ના મોબાઈલ ના ફોટા ડીલીટ કરી દઈશ. ત્યારે કૃતિકા બીજા દિવસે સવારે મેહુલ ને મળવા ગઈ હતી.

મળતી માહિતી અનુસાર કૃતિકા મેહુલ ને મળવા દાહોદ માં આવેલા પરેલ વિસ્તારમાં સુમસાન જગ્યા ઉપર પહોંચ્યા હતી. ત્યારબાદ મેહુલે કૃતિકા પર ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યો હતો અને કૃતિકા નો જીવ લઈ લીધો હતો. ત્યાર બાદ મૃતદેહને બાઈક પર લઈ જઈને ભાણપુર ખાતે જંગલ વિસ્તારમાં લઈ જઈ ને સળગાવી દેવામાં આવ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!