ગુજરાતમાં કોરોના ની બીજી લહેર ધીમેધીમે ઘટી રહી છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં કેટલાય મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. આ નિર્ણય અનુસાર રાજ્યના આઠ મહાનગરો માં હાલ માં રાત્રી કર્ફ્યુ લાગુ છે.
રાજ્ય સરકારના નિર્ણય અનુસાર આગામી 31 જુલાઈથી એક કલાક સમય મર્યાદા ઘટાડવામાં આવી છે. હાલમાં 8 મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ નો સમય 10:00 થી સવારના 6 વાગ્યા સુધીનો છે.
31 જુલાઈથી રાત્રી કર્ફ્યુ ના સમયમાં ફેરફાર થશે અને 11:00 થી સવારે 6 વાગ્યાનો સમય રહેશે. આ ઉપરાંત આઠ મહાનગરો માં હોટલ અને રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકો છો.
31 જુલાઈથી ખુલ્લી જગ્યામાં જાહેર સમારંભમાં હવે 200 ને બદલે 400 લોકોની મંજૂરી આપવામાં આવી છે. ઉપરાંત બંધ હોલમાં કુલ બેઠક ક્ષમતા 50% પરંતુ મહત્તમ 400 લોકોની મંજૂરી મળી છે.
આ ઉપરાંત સાર્વજનિક ગણેશોત્સવ માં વધુમાં વધુ ચાર ફૂટની ગણેશ પ્રતિમાની મંજૂરી. આ ઉપરાંત ગુજરાતના કોરોના ની ત્રીજી રહેવાની સંભાવના વચ્ચે સૌરાષ્ટ્રવાસીઓ માટે માઠા સમાચાર છે.
કારણકે જન્માષ્ટમીમાં યોજાતો સૌથી મોટા લોકમેળો સતત બીજા વર્ષે પણ બંધ રહેશે. રાજકોટમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો યોજાય છે પરંતુ આ લોકમેળાને સતત બીજા વર્ષે પણ બંધ રાખવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment