ગુજરાતમાં વરસાદી માહોલ જામી રહ્યો છે અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે ત્યારે વરસાદના કારણે અનેક રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે. ત્યારે વરસાદના કારણે અનેક ઘટનાઓ બનતી હોય છે તેવી જ એક ઘટના પાલીતાણામાં સામે આવી છે.
પાલીતાણા નગરપાલિકા દ્વારા આપવામાં આવેલ રોડના કામમાં કોન્ટ્રાક્ટ દ્વારા રોડ વચ્ચે 15 ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો છે. જેના કારણે ગઈ કાલે મોડી રાત્રે ખાડા ની આજુબાજુ કોઈ પણ ભયજનક સૂચક મૂક્યું હતું.
એના કારણે એક બાઇક ચાલક ખાડામાં ખાબક્યો. બંને બાઇકચાલક સીધા ખાડા માં ઘુસી ગયા. બંને વ્યક્તિને ઈજા પણ પહોંચી હતી.
મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના પાલિતાણા નગરપાલિકાના વોર્ડ નંબર ૭માં પાલિકા દ્વારા ગટર લાઇનનું કામ કરવાની કામગીરી ચાલી રહી છે. જેના કારણે રોડ પર 15 ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવ્યું હતું. જે ખાડામાં ગઇકાલે મોડીરાત્રે બાઈક સવાર સહિત વધુ બે લોકો ખાબક્યા હતા.
બંને યુવકોને સારી એવી ઈજા પહોંચી હતી. વોર્ડ નંબર સાત માં લાઇટ ન હોવાના કારણે ઉંડા ખાડામાં પડવાની ઘટના સામે આવી હતી.
મળતી માહિતી મુજબ પાલીતાણા વોર્ડ નંબર 7માં છેલ્લા ઘણા સમયથી સ્ટ્રીટ લાઇટ બંધ હોવાના કારણે સ્થાનિકો ને ઘણી મુશ્કેલી પડી રહી છે. સરકાર અને સ્થાનિકોએ નગરપાલિકા સામે આશોક ઠાલવતા જણાવ્યું છે કે તાત્કાલિક ધોરણ રોડ પરની લાઇટ શરૂ કરવામાં આવે અને ગટર લાઇનનું કામ વહેલી તકે પૂર્ણ થાય તેવી સ્થાનિકોની માગ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!