અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા પછી એને શરમાઇ રાજીનામું આપતા કોંગ્રેસ કોર્પોરેશનમાં કોંગ્રેસ પક્ષના ઉપનેતા તોફીક ખાન પઠાણની હાલ કાર્યકારી નેતા તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂક સાથે જ તોફીક ખાને ચાર્જ સંભાળી લીધો છે અને તેમની નિમણૂક ના કારણે કોંગ્રેસમાં ફરી જોરદાર હોબાળો શરૂ થયો છે.લઘુમતી સમાજના નેતા એ નેતાપદ આપતા અન્ય જ્ઞાતિના કોર્પોરેટરોના નારાજ છે. કોંગ્રેસ પક્ષ હાલમાં લઘુમતી,દલિત અને અન્ય એમ ત્રણ ભાગમાં વહેંચાઇ ગયો છે.
આ પૈકી લઘુમતી સમાજના 18 અને દલિત સમાજના કોર્પોરેટરોની સંખ્યા 11 છે. જ્યારે બક્ષીપંચ અને હિન્દી ભાષી કોર્પોરેટર ની કુલ સંખ્યા 18 છે.લઘુમતી સમાજ એ રીતે બહુમતીમાં છે પણ અન્ય જ્ઞાતિના કોર્પોરેટર પોતાને અન્યાય થવાની રજૂઆત કરી રહ્યા છે. આ નેતા કોંગ્રેસમાં જોડાતા કોંગ્રેસમાં હોબાળો થયો.
લઘુમતી સમાજના કોર્પોરેટરે તોફિક ખાનને કાર્યકારી નહિ પરંતુ કાયમી નેતા બનાવવાની માંગણી કરી રહ્યા છે અને તેના કારણે ઝઘડો જામ્યો છે.
દલિત સમાજના કોર્પોરેટર દરેક સભ્યને નેતાપદ આપવા જુની માંગણી દોહરાવી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment