આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ગઈકાલે ગુજરાત રાજ્યમાં ભાજપના તમામ ધારાસભ્યની એક બેઠક યોજાઇ હતી. તેમાં ગુજરાતના રાજકારણ ને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ ગુજરાતમાં કોઈપણ પ્રકારે નેતૃત્વનું પરિવર્તન થશે નહીં.
આ બેઠકમાં ગુજરાત રાજ્યના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પણ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારથી ભૂપેન્દ્ર યાદવ ગુજરાતમાં એક પછી એક બેઠક કરી રહ્યા છે ત્યારથી જ ગુજરાતના નેતૃત્વ પરિવર્તનની વાત ખૂબ જ વધી રહી છે.
ગઈકાલની બેઠકના કારણે સરકાર અને સંગઠન વચ્ચે તાલમેલ ખૂબ જ મજબૂત બનશે. ગઈકાલની બેઠકમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને મહત્વની ચર્ચા થઈ હતી.
આ ઉપરાંત ભાજપના નિશાન મોરચાની બેઠક યોજાઇ હતી જેમાં પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સંગઠન મંત્રી ભીખુભાઈ દલસાણીયા અને બાબુ જેબલિયા હાજર રહ્યા હતા.
ગઈકાલની વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભૂપેન્દ્ર યાદવ, પ્રદેશપ્રમુખ આર પાટીલ અને ભાજપના ધારાસભ્યો બેઠકમાં હાજર રહ્યા હતા.
આ ઉપરાંત ભાજપના ધારાસભ્યોને ટેબલેટ વિતરણ ની પણ વાત થઈ છે ઉપરાંત ભૂપેન્દ્ર યાદવ એક પંચ મોરચાના અધિકારીઓ સાથે પણ બેઠક યોજી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment