મોટા સમાચાર / સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન ભાજપ પ્રદેશ પ્રમુખ સિ.આર.પાટીલ થયા ઘાયલ , હાલ જ સારવાર માટે લઈ જવાયા

Published on: 4:31 pm, Wed, 19 August 20

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ હાલ જ સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન ઘાયલ થયા છે. અકસ્માત થતાં તેમને તુરંત જ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. એક તરફ ભાજપના નેતા ગોરધન ઝડફિયાનું મારવાનું કાવતરું બહાર આવ્યું તો બીજી બાજુ પ્રદેશ પ્રમુખ ઘાયલ થતાં કાર્યકરોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

હાલ જ ભાજપ પ્રદેશ પ્રમુખ અને ગોરધન ઝડફિયા સૌરાષ્ટ્ર ની મુલાકાત છે ત્યારે ગીર સોમનાથમાં એક કથિત ઘટના બની છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ઈજાગ્રસ્ત થયા છે. એક બાજુ ભાજપના નેતા ગોરધન ઝડફિયા નું મારવાનું કાવતરું બહાર આવે છે ત્યારે સી.આર.પાટીલ સાથે બનેલી ઘટના અકસ્માત છે કે કોઈ કાવતરું છે તે અંગે અત્યારે ચર્ચા થઈ રહી છે.

સ્વાગત સમયે ફટાકડા ફોડતા પાટીલ સાહેબ ની આંખમાં ઇજા થઇ છે. તેમને તુરંત જ આંખના સર્જન પાસે લઈ જવાયા છે. અભિવાદન સમયે પુષ્પા વર્ષા માટે રાખેલ ગન માંથી વિસ્ફોટ થયો હતો.

ભાજપના નેતા ગોરધન ઝડફિયાની મારવાનું કાવતરું ATS એ નિષ્ફળ બનાવ્યું છે. ATS દ્વારા એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવેલ છે. ઝડપાયેલા આરોપીએ મોટો ખુલાસો કરતા કહ્યું છે કે તેમને પાકિસ્તાન દ્વારા મોટા નેતા ને મારવાની સોપારી આપવામાં આવી હતી. ફાયરિંગની ઘટના બાદ ગોરધન ઝડફિયાની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

Be the first to comment on "મોટા સમાચાર / સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન ભાજપ પ્રદેશ પ્રમુખ સિ.આર.પાટીલ થયા ઘાયલ , હાલ જ સારવાર માટે લઈ જવાયા"

Leave a comment

Your email address will not be published.


*