વિધાનસભાની ચૂંટણી પહેલાં મોટા સમાચાર,નરેશ પટેલના એક નિવેદનથી ફરી એકવાર રાજકારણ ગરમાયું

સૌરાષ્ટ્રના જસદણમાં પાટીદાર સમાજ એક મંચ થયો હતો. સામાજિક એકતા ના ભાવ અને સમાજ ઉત્થાનના નિર્ધાર સાથે નવી પેઢીમાં ભણતર સાથે ગણતરનો ભાવ પ્રવર્તે તેવી જ્યોત ચલાવવા પાટીદાર

સમાજ વર્ષોથી મહેનત કરી રહ્યો છે.જસદણમાં સમાજના વરિષ્ઠ આગેવાનો એકઠા થયા હતા. ખોડલધામ મંદિરના ટ્રસ્ટી નરેશ પટેલે મહત્વનું નિવેદન આપતા કહ્યું કે, આગામી ચૂંટણીમાં પાટીદાર સમાજ

કોની સાથે છે તે સમય બતાવશે. પાટીદાર યુવકોના વેળાની વાત યાદ કરતા તેઓએ કહ્યું કે, પાટીદારો પર કરવામાં આવેલા કેસ હજુ સુધી પરત ખેંચવામાં આવ્યા નથી અને તમામ કેસો પરત ખેંચવામાં આવે તે માટે સરકારમાં રજૂઆત કરવામાં આવશે.

પાટીદાર સમાજના લાલજી પટેલે આ તકે ઉપસ્થિત રહીને બે મોટી અને મહત્વની માગણીઓ સમાજ સાથે મળીને સરકાર પાસે મૂકી છે. પાટીદાર આંદોલન વેળા એ જે ઘટના ઘટી અને જે યુવકો મોતને ભેટયા હતા તેના પરિવારને નોકરી અને સમાજના યુવકો પર થયેલા કેસો પાછા ખેંચવા વાતને દોહરાવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*