જિલ્લા ભાજપ દ્વારા મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ની રજત તુલા કરવામાં આવી હતી. તેઓએ પોતાના ઉપર થી દ્વષ્ટ્રાંત
આપીને ભાજપના દરેક કાર્યકર્તાઓ ને કહ્યું કે હું પણ કામ કરતાં કરતાં તમારી જેમ અહીં સુધી આવ્યો છું માટે જ્યા છો ત્યાં કામ કરતા રહો.કોઈપણ કામમાં ઉતાવળ કરવાની જરૂર નથી અને ભાજપની
સરકાર આજે પણ છે અને કાલે હશે અને આગામી સમય પણ રહેવાની છે. જેથી કરીને જે કામ કરીએ છીએ તેમાં કાયમી નિકાલ થાય તેવા કામ કરવાના છે. મોરબી રાજકોટ હાઇવે ઉપર જેબી ફાર્મ માં
મોરબી જિલ્લા ભાજપ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ભુપેન્દ્ર પટેલ અને અન્ય હોદ્દેદારો અને અસંખ્ય કાર્યકરો હાજર રહ્યા હતા.
રાજ્યમાં ભાજપની સરકાર આજે છે કાલે હશે અને આગામી સમયમાં પણ રહેવાની જ છે. જેથી કરીને જે કામ કરીએ તેમાં કાયમી નિકાલ થાય તેવા કામ કરવાના છે. કોઈપણ કામમાં ઉતાવળ કરવાની નથી. આવી મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!