આરોગ્યમંત્રી કુમાર ના દિકરા પ્રકાશ કાનાણી નો વધુ એક વિવાદ સામે આવ્યો છે. પ્રકાશ કાનાણી દ્વારા બનાવવામાં આવેલ કોમર્શિયલ બિલ્ડીંગ નું વીજળી બિલ ભર્યું હોવાના કારણે વીજળી કંપની દ્વારા બિલ્ડિંગનું લોકોના વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા.જેના કારણે લોકોમાં રોષ નો માહોલ જોવા મળ્યો હતો અને રોષે ભરાયેલા લોકોએ રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના ઘરે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા.અને સમગ્ર મામલે પોલીસ પણ વચ્ચે પડીને સમાધાન કરાવવા માટે પ્રયાસ કર્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
મળતી માહિતી મુજબ રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી ના પુત્ર દ્વારા સુરતના કામરેજ નજીક બિલ્ડિંગનું બાંધકામ કરવામાં આવ્યું હતું. બિલ્ડિંગના બાંધકામ દરમિયાન કોમર્શિયલ વીજ બીલ ભરવાના હોય.તે બિલ બિલ્ડર દ્વારા ભરવામાં ન આવતા વીજ કંપની દ્વારા સ્થાનિક લોકોના વીજ કનેકશન કાપી નાખવામાં આવ્યા હતા.જેના કારણે સોસાયટીના તમામ લોકો એકઠા થઇ કુમાર કાનાણીના ઘરે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા.
બિલ્ડિંગમાં રહેતા લોકોએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે અમારો મૂળ પ્રશ્ન પાણી અને વીજળી નો છે.જે ફ્લેટમાં લોકોને બિલ ભરવાનું થાય છે એ બીજા લોકોએ ભર્યું નથી એટલા માટે વીજ કંપની દ્વારા બિલ્ડિંગનું વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે.જેલોકો રેગ્યુલર કરે છે.
તેમના પણ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે એટલે આ બાબતે રજૂઆત કરવા માટે આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના ઘરે આવ્યા હતા પરંતુ આ લોકો અમને મળવા જતા નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment