ગુજરાત રાજ્યના આ શહેરમાં દિવાળીના તહેવારમાં ફટાકડા ફોડવા પર લાગી શકે છે પ્રતિબંધ,જાણો સમગ્ર મામલો

Published on: 4:43 pm, Fri, 6 November 20

દિવાળીના તહેવાર પર ફટાકડા ફોડવાની પરંપરા રહી છે પરંતુ આ વર્ષે પ્રદૂષણ અને કોરોના મહામારી ના કારણે થનારા નુકશાનને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે અમુક શહેરમાં ફટાકડા પર પ્રતિબંધ મૂકી શકે છે. સૌથી વધારે પ્રદૂષિત અમદાવાદ,સુરત અને વડોદરા શહેરમાં ફટાકડાના ખરીદ વેચાણ અને ફોડવા પર પ્રતિબંધ આવી શકે છે. આ મામલે શનિવાર સુધી સરકાર હોય પણ જાહેરાત કરી શકે છે. ઉલ્લેખનીય છે.

કે રાજસ્થાન અને ઓડિશામાં દિવાળી દરમિયાન ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગુજરાત સરકાર ફટાકડા ફોડવાના પ્રતિબંધ પર આજે મોડી રાત અથવા કાલ સુધીમાં નિર્ણય લઈ શકે છે.નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ માં સુનાવણી ચાલી રહી છે.તેનો ફેંસલો 9 નવેમ્બરના રોજ આવે તેવી સંભાવના છે જોકે આ પહેલા જ રાજ્ય સરકારે વિષયક નિર્ણય જાહેર કરી શકે છે.

સૂત્રો દ્વારા મળતી મુજબ તેમનું માનવામાં આવે તો રાજ્ય સરકાર સમગ્ર રાજ્યમાં ફટાકડા પ્રતિબંધ કરવાના મતમાં નથી.પરંતુ ગુજરાતના જે સ્થળો વધારે પ્રદૂષિત છે એટલા પર પ્રતિબંધ લાદવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા.

દેશના કેટલાક રાજ્યોમાં હવામાન વધુ પડતા પ્રદૂષણને મામલે.નોટિસ ફટકારવામાં આવી છે. ગુજરાતના સૌથી વધારે પ્રદૂષિત શહેરોમાં અમદાવાદ,સુરત અને વડોદરા નો સમાવેશ થાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!