લીંબુના ભાવને લઈને મોટા સમાચાર : લીંબુના ભાવમાં થયો આટલા રૂપિયાનો ઘટાડો, જાણો 1 કિલો લીંબુનો ભાવ…

આપણે સૌ જાણીએ છીએ કે હમણાં ઉનાળાની ગરમીના દિવસો ચાલી રહ્યા છે. ઉનાળામાં ખૂબ જ લૂ લાગતી હોય છે. અને આ લૂ થી બચવા માટે લીંબુના સૌથી અસરકારક સાબિત થાય છે. પણ આ ઉનાળામાં લીંબુનું પાણી તો છોડો લીંબુ જોવા પણ મુશ્કેલ છે. હાલમાં લીંબુના ભાવ ચર્ચા માં આવ્યા છે. વચ્ચેના સમયગાળામાં લીંબુના ભાવ ઘટ્યા હોવાના સુખદ સમાચાર સામે આવ્યા છે. કારણ કે ગુજરાતમાં જે જિલ્લા માં લીંબુ નું સૌથી વધુ ઉત્પાદન થાય છે તે જિલ્લામાં લીંબુના ભાવ ઘટ્યા છે.

ઉનાળા ની શરૂઆતથી જ લીંબુની માંગમાં વધારો જોવા મળે છે.આ સમયે રાજ્યના મહેસાણા જિલ્લામાં લીંબુ નું સૌથી વધુ ઉત્પાદન થાય છે. પરંતુ આ વર્ષે વાતાવરણની અનિયમિતતાને કારણે જિલ્લામાં લીંબુની ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો હતો. ઉત્પાદનમાં ઘટાડો થવાને કારણે ના ભાવ 200 રૂપિયે કિલો સુધી પહોંચ્યા હતા. વાત કરીએ તો મહારાષ્ટ્રમાં થી લીંબુની આવક શરૂ થતાં ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

જેમ કે હોલસેલ માર્કેટમાં 110થી 120 રૂપિયા લીંબુ વેચાઇ રહ્યા છે અને રિટેલમાં 130થી 140રૂપિયા કિલો એ ભાવ હોવાનું મહેસાણા માર્કેટ યાર્ડના વેપાર ધીરજભાઈએ જણાવ્યું. જીરું, વરિયાળી ની જેમ લીંબુના ઉત્પાદનમાં પણ ઉત્તર ગુજરાત મોખરે છે. રાજ્યમાં મહેસાણા જિલ્લાનો લીંબુના ઉત્પાદનમાં પ્રથમ ક્રમ આવે છે. ત્યારે બીજા ક્રમે ભાવનગર આવે છે. મેહસાણાના લીંબુની નિકાસ અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને અરબ દેશોમાં પણ જાય છે.

મહેસાણાના કડી, ઊંઝા, ઉદાલપુર, ખેરવા, જગુદણ, ઉંટવા, કહોડા, જગન્નાથપુરામાં લીંબુ નું ઉત્પાદન વધારે જોવા મળે છે. મહેસાણા જિલ્લાની 30% ખેતી માત્ર લીંબુ પર થાય છે. દેશભરમાં જે શહેરોમાં લીંબુ નું ઉત્પાદન સૌથી વધારે થાય છે. ત્યાં ગરમી ને કારણે લીંબુના ઉત્પાદન પર અસર થઈ રહી છે.

વધારે પડતી ગરમી હોવાને કારણે લીંબુ ના પાક નષ્ટ થઈ રહ્યા છે. જેના કારણે લીંબુના ઉત્પાદન પર માઠી અસર થઇ રહી છે. ભારે પવન અને ગરમીના કારણે લીંબુ ના ઝાડ નીચે પડી રહ્યા છે. જેના કારણે ઉત્પાદન પર અસર થઈ છે અને લીંબુના ભાવ વધારા નું મોટું કારણ બન્યું છે. ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિતના વિસ્તારોમાં લીંબુની ખેતી મોટા પ્રમાણમાં થાય છે.

જોકે આ વર્ષે આ દરેક રાજ્યમાં ગરમીનું પ્રમાણ માં સતત ને સતત વધારો થતો જોવા મળે છે. જેના કારણે ઉત્પાદન પર અસર થાય છે. તેમજ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતા ટ્રાન્સપોર્ટ વધ્યો છે. એક તરફ લીંબુ નું ઉત્પાદન ઘટી રહ્યું છે તો બીજી તરફ આસમાને પહોંચેલા ટ્રાન્સપોર્ટેશન ચાર્જ બંને જ કારણથી શાકભાજીમાં મોંઘવારી વધી રહી છે.

ઘણા વેપારીઓએ જણાવ્યું છે કે ગુજરાતમાં વાવાઝોડાની અસર બાદ લીંબુ નું ઉત્પાદન ઘટયું છે. લીંબુ નું ઉત્પાદન ઓછું થવાના કારણે લીંબુને ભાવ વધ્યા છે. અન્ય સૂત્રો અનુસાર હાલમાં લીંબુના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ આગળના દિવસોમાં ફરી લીંબુ મોંઘા થાય તેવી શક્યતા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*