કેરીના રસિયાઓ માટે માઠા સમાચાર : આ વર્ષે સામાન્ય જનતાને કેરી મજા માણવી હશે તો, ખીચા ખાલી કરવા પડશે….

Published on: 3:07 pm, Sat, 23 April 22

કેરીના પાકમાં ઘટાડો, પ્રતિકૂળ હવામાનને પગલે આંબામાં મોર બેઠા પછી ફળ પીળા થઈને ખરી પડતી કેસર કેરીના પાકમાં ઘટાડો, મળેલા સુત્રો પ્રમાણે જથ્થાબંધ માર્કેટમાં કેસર કેરીના 10 કિલો ના બોક્સનું વેચાણ 1000-2500ભાવે થાય છે ફળોની રાણી કેસર કેરીનું આગમન થઈ રહ્યું છે. ગરમીમાં લૂ હજુ વધશે તો કેરીના પાકને નુકસાન થવાની આગાહી છે. આફૂસ, રત્નાગીરી કેરીના 20 કિલો ની પેટી 4000 થી 6000 સુધીના ઊંચા ભાવ જાણવા મળ્યા છે.

મીઠી મધુર કેસર કેરી ના ચાહકો માટે સમાચાર છે. વાવાઝોડા અને ગ્લોબલ વોર્મિંગ વગેરે જેવા કારણોથી આ વર્ષે આંબામાં મોર બેઠા પછી કેરી પીળી થઈને નીચે પડી જતાં કેરીના પાકમાં એકંદરે ઘટાડો. આવી ગણતરી મુકાઇ રહી છે. કેરીનો પાક પૂરો પાડતા અને સૌરાષ્ટ્ અને ગીર વિસ્તારોમાં કેરીનો પાક મોડો પડતા આ વર્ષે હજુ સત્તાવાર રીતે કેરીની સિઝન શરૂ થઇ નથી. છતાં બાગ બગીચાઓમાં થી ખેડૂત દ્વારા સિદ્ધિ ઠલવાઈ રહેલી કેરીનું વેચાણ શરૂ થઇ ગયું છે.

જોકે આ વર્ષે ગયા વર્ષ કરતા કેરીના ભાવ બમણા બોલાય રહ્યા છે .જથ્થાબંધ માર્કેટમાં કાચી કેસર કેરી નું બોક્સ 1000-2500 રુપિયાના ભાવે વેચાઇ રહ્યું છે .તો છૂટક બજારમાં એક કિલો પાકી કેસર કેરી 200 થી 400 રૂપિયા સુધીના ભાવે વેચાઇ રહી છે. રાજકોટના ગીર પંથકના તાલાલા યાર્ડમાં હજુ કેસર કેરીની હરાજી શરૂ થઈ નથી .મળેલા સૂત્રો અનુસાર એપ્રિલ ની આખરી દિવસોમાં આવકો શરૂ થશે. રાજકોટના મેંગો માર્કેટ ના સુત્રો અનુસાર હાલ રાજકોટમાં કેસર કેરી અને આફૂસ ની ધીમી ગતિએ આવક વધી રહી છે.

ખેડૂતો દ્વારા બગીચાઓમાં થી કેસર કેરીની રોજની 700 -800 બોક્સ અને આ આફૂસ ની 1200-1300પેટી ની રોજની આવક નોંધાઇ રહી છે. કેરીના બોક્સ ના ભાવ 1000 થી 6000 જેટલા સામે આવ્યા છે. સંપૂર્ણ કેરી પાકી ન હોય તેવી કેરીના બોક્સનો રૂપિયા એ 1000 થી 2500(પ્રતિ10 કિલો) આફુસ કેરીનો 4000 થી 6000(પ્રતિ 20 કિલો)ભાવે વેચાણ થઈ રહ્યું છે. એ વધશે તેમ ભાવમાં ઘટાડો જોવા મળશે કેરીની આવક શરૂ થતાં હજુ પંદર દિવસનો સમય લાગશે અનુમાન આવી રહ્યા છે. હાલના સમયમાં મહારાષ્ટ્રની રતના ગીરી દેવગઢ, સાઉથ કર્ણાટકની લાલબાગ અને તોતાપુરી સહિતની કેરીઓની આવકો શરૂ થઈ ગઈ છે.

જેના ભાવ ગયા વર્ષ કરતા દોઢા બોલાઇ રહ્યા છે. માહિતી અનુસાર આંબામા 30 ટકા જ ફળ મોટા થયા છે અને જો ગરમીનું પ્રમાણ વધશે તો હજુ આંબાના પાકને નુકસાન થશે. કેરી પકવતા ખેડૂતો એ જણાવ્યું હતું કે ગ્લોબલ વોર્મિંગ વચ્ચે પહેલેથી જ કેસર કેરીનો ઓલ ઓવર પાક ઘટવાનો અંદાજ મુકાઈ રહ્યો છે. જો હજી ગરમી અને લૂ પડવાનું પ્રમાણ વધશે તો કેરી નું નાનું ફળ ગરમીને સહન કરી શકે તેવી સ્થિતિમાં ન હોવાથી પાકને વધુ નુકસાન થવાની સંભાવના પણ ખરી. તૌકતે વાવાઝોડાએ આંબાઓ ને વધુ પ્રમાણમાં નુકસાન કર્યું છે.

આ વાવાઝોડાથી મોટા પ્રમાણમાં આંબાઓ ઢળી પડ્યા છે. અનુકૂળ આબોહવા વચ્ચે આ સાલ માત્ર 60 થી 65 ટકા આંબાઓ માં જ મોર બેઠા છે. આ વર્ષે કેરી પકવતા ખેડૂતોને મોટી મુશ્કેલીઓ નો સામનો કરવો પડશે. કેસર કેરીની તાલાલા યાર્ડમાં હરાજી હજુ શરૂ થઇ નથી ,તાલાલા યાર્ડમાં હરાજી શરૂ થવાને હજુ પંદર દિવસનો સમય બાકી છે. ત્યારે રાજકોટ ,સૌરાષ્ટ્ર સહિતના ગુજરાતમાં બાગ-બગીચાઓ માંથી ખેડૂતો દ્વારા સીધી જ કેસર કેરીની જૂજ આવક થઈ રહી છે.

હાલમાં મહારાષ્ટ્ર તરફથી આફૂસ ,દક્ષિણ તરફથી કર્ણાટકમાંથી આવતી લાલબાગ તોતાપુરી કેરી ને આવકો થઈ રહી છે. દેવગઢના જથ્થાબંધ ભાવ પ્રતિ કિલોએ 200થી 300 લાલબાગના 140 થી 150 અને તોતાપુરી ના 90થી 100રૂપિયા બોલાઇ રહ્યા છે. અને આ ભાવ પાકવા ને આરે હોય તેવી કેરી ના હોય છે. જે કેરી પાકી જાય છે તેનો પાકવા બાદ વજન ઘટી જાય છે તેથી છૂટક બજારમાં પહોંચતા આવી કેરીના ભાવ ડબલ થઈ જાય છે.

ગ્લોબલ વોર્મિંગ અને પ્રતિકૂળ વાતાવરણને કારણે ખરેખર કેટલો પાક આવશે તે અંગે અંદાજ લગાડવો પણ ખૂબ જ મુશ્કેલ છે. મળેલી માહિતી અનુસાર આગળની 26મી એપ્રિલ બાદ તાલાલા યાડઁ ખાતે કેરીઓની આવક શરૂ થઇ જશે અને હરાજીની શ્રી ગણેશ એવું લાગી રહ્યું છે. વાવાઝોડાને કારણે આંબા ઉપર અસર થઈ છે. આંબાનો સોથ વળી ગયો છે તો અમુક અંશે આંબાની કેરી ઉત્પન્ન કરવાની શક્તિ ઘટી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. તાલાલામાં અગાઉ છ લાખ બોક્ષ સુધીની આવક નોંધાઈ ચુકી છે. જેની સામે આ વર્ષે ખૂબ જ ઓછી આવક થશે તેવું લાગી રહ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કેરીના રસિયાઓ માટે માઠા સમાચાર : આ વર્ષે સામાન્ય જનતાને કેરી મજા માણવી હશે તો, ખીચા ખાલી કરવા પડશે…."

Leave a comment

Your email address will not be published.


*