સોશિયલ મીડિયામાં કુમાર કાનાણી નામે વાયરલ થઇ રહ્યા છે લોકડાઉન અંગે મોટા સમાચાર….જાણો વિગતવાર

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ ના આરોગ્ય મંત્રી કુમાર કાનાણી ના નામથી સોસાયટીના પ્રમુખ અને સેક્રેટરી ને સંબંધોની કરેલા મેસેજ વોટ્સએપ અને સોશિયલ મીડિયામાં ફરતા ચર્ચાનો વિષય બન્યો છે . આ બાબતે સરકારે ખુલાસો કરવાની જરૂર છે. રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી ના નામે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા પત્ર બાબતે પણ મંત્રી દ્વારા હજી સુધી કોઈ જાતનો ખુલાસો કરવામાં આવ્યો નથી. આ પ્રકારના મેસેજ ફરતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. આ મેસેજ સાચો છે કે ખોટો તે અંગેની સ્પષ્ટતા આરોગ્યમંત્રી તરફથી અત્યાર સુધી કરવામાં આવી નથી. ત્યારે સરકાર ફરી એકવાર લોકડાઉન તરફ આગળ વધી રહી હોય એવું લાગી રહ્યું છે.

ગુજરાતની તમામ સોસાયટીના પ્રમુખ/ આગેવાનો/ ચેરમેન માટે સરકારનું એક અગત્યનો મેસેજ

તમામ સોસાયટીના પ્રમુખશ્રી ને વિનમ્ર અપીલ કરવામાં આવે છે કે સ્વૈચ્છિક રીતે પોતાની સોસાયટીને લોકડાઉન કરવામાં આવે . તમામ પ્રમુખ શ્રી ને જણાવવાનું કે સરકારી આદેશોનું પાલન કરાવે અને બહારથી આવતા કોઈપણ તમારા સગા સબંધી મિત્રોને તમારે ઘરે આવવાની સ્પષ્ટપણે ના પાડો. જો તમારી સોસાયટીમાં અથવા કોઈ નજીકમાં કોઈ વ્યક્તિ વિદેશથી આવે તો સરકાર શ્રી ને જાણ કરવામાં આવે . કોરોના કેટલો ગંભીર છે તે ધ્યાન રાખશો , સરકારી – અર્ધ સરકારી સ્કૂલો- જીમ ને ખાલી કરીને હોસ્પિટલમાં ફેરવવાના આદેશ નીકળી ચૂક્યા છે . સોસાયટીમાં રાત્રી દરમિયાન ક્રિકેટ રમતા અથવા ગંજીપત્તે અથવા રાત્રે વોકિંગ કરતાં પાડોશીને ત્યાં મિટિંગ કરીને બેસતા લોકોને સમજાવવામાં આવે . જો પ્રમુખ કડક પગલાં લેશે તો આગામી સમયમાં તે સોસાયટી માટે સારું રહેશે. પ્રધાનમંત્રી દ્વારા વારંવાર લોકોને સલાહ આપવામાં આવે છે કે આ વાયરસ બહુ ગંભીર છે તમે સમજો અને ઘરમાં રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*