રાજ્યમાં હવે આગની ઘટનાઓ સામાન્ય થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. અવાર નવાર લાગતી આગની ઘટનાઓ માં ક્યારેક મોટી જાનહાનિ પણ સર્જાતી હોય છે જેમાં માલસામાન બળીને ખાખ થઈ જતો હોય છે ત્યારે આગ લાગવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે.
મોરબીના શનાળા રોડ પર આવેલ માર્કેટિંગ યાર્ડ માં આગ લાગતા અફરાતફરી નો માહોલ સર્જાયો હતો. આગને કારણે લાખો રૂપિયાનો જથ્થો બળીને ખાખ થઇ ગયો છે.આગામી દિવસોમાં દિવાળી આવી રહી છે જેથી કરીને માર્કેટિંગ યાર્ડ તારીખ 2 થી બંધ થવાનું હતું
જેથી કરીને ખેડૂતોએ દિવાળી પહેલા પોતાની જણસ વેચાઈ જાય અને રોકડ રકમ તેના હાથ ઉપર આવી જાય અને પોતાના ઘર પરિવારની જરૂરિયાત મુજબની વસ્તુઓ ની ખરીદી કરી શકે તે માટે પોતાનો માલ વેચવા માટે કપાસનો જથ્થો લઈને આ માર્કેટયાર્ડ ખાતે આવ્યા હતા અને તેમાં કપાસમાં આગ લાગતાં કપાસ ખાખ થઈ ગયો હતો.
જો ફાયરસેફ્ટી ની વાત કરીએ તો મોરબી માર્કેટિંગ યાર્ડ માં ત્રણ તાલુકાના ખેડૂતો પોતાનો માલ વેચવા માટે આવે છે પરંતુ અહીંયાં ફાયર સેફટી ના નામે શૂન્ય હોય તેવું જાણવા મળ્યું હતું અને મોરબી નગરપાલિકાના ત્રણ થી વધુ ફાયર ફાઈટરોએ આગને કાબૂમાં લેવા માટે પાણીનો મારો ચાલુ કર્યો હતો. જોકે આગને કાબુમાં લેવામાં સમય લાગવાના કારણે કપાસનો મોટો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment