નાની ઉંમરમાં મોટા વિચાર…! ધોરણ 10માં 94% છતાં પણ અમદાવાદના આ વિદ્યાર્થીને ડોક્ટર કે કલેક્ટર નથી બનવું, પરંતુ તેને આર્મીમાં જોડાવું છે…

થોડા દિવસો પહેલા જ ધોરણ 10 નું બોર્ડનું પરિણામ આવ્યું હતું. જેમાં ઘણા લોકોએ પોતાની મહેનત મુજબના સારા એવા માર્ક્સ લાવીને સફળતા મેળવી છે. એવામાં જ આજે આપણે વાત કરીશું એક બાળક વિશે જેનું નામ શ્લોક ગાંધી જેને ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં 94 ટકા અને 99.96 પર્સેન્ટાઇલ આવ્યા છે. માતા-પિતાનું નામ રોશન કર્યું ખૂબ જ સારી વાત કહેવાય.

આ શ્લોકને અવાજ સારા માર્ક્સ આવ્યા હોવાથી બે-ત્રણ ફેકલ્ટીમાં જેમાં તેણે એન્જિનિયર બનીને મોટી IT કંપનીમાં જવું અથવા તો મેડિકલમાં જઈને ડોક્ટર બને કા તો પછી GPSCએ ક્રેક કરીને IAS અને IPS બનવું આવા ઘણા રસ્તાઓ શ્લોક ગાંધીએ પાસે છે. પરંતુ શ્લોકને માત્ર આર્મી માં જોઈન્ટ થવું છે. તેને આ કોઈપણ ગાડરિયા પ્રવાહમાં જવું નથી.

ધોરણ 10 માં પાસ થઈ ને સારા એવા પર્સન્ટાઈલ મેળવી શ્લોકની જે ફેકલ્ટીમાં જવું હોય તેમાં તેને તરત જ એડમિશન મળી રહે પરંતુ શ્લોક ગાંધીની નાનપણથી જ આર્મી બનવાનો શોખ હતો. વાત કરીશું તો શ્લોક ગાંધી નાનાજી એટલે કે જગદીશ ભાઈ સોની કે જેઓ કેપ્ટન નિલેશ સોની દુશ્મનો સામે લડતા લડતા 12 ફેબ્રુઆરી 1987ના દિવસે સિયાચીન માં શહીદ થઈ ગયા હતા.

એવામાં જ્યારે શ્લોક તેના નાના નાં ઘરે જતો ત્યારે નાનાજીએ તેમના ભાઈ શહીદ થઈ ગયા તેમના વિશે વાતો કરતા હતા. એ સાંભળીને તે નક્કી કર્યું હતું કે તેને ધોરણ 10 ની પરીક્ષા આપીને આર્મીમાં જોડાવું છે. એટલું જ નહીં પરંતુ શ્લોક ગાંધી રમત-ગમતનો પણ શોખીન છે તેને ઘણા એવા ગોલ્ડ મેડલ પણ મળ્યા છે.

એવામાં વાત કરીશું તો ગાંધીએ આર્મીમાં જોઈન થવાનું હોવાથી તેણે તેને લઇને તમામ તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. તેને લઈને રનમાં પણ એક્ટિવ થઈ ગયો છે. રનમાં 3 અને બે બ્રૂઝ મેડલ મેળવ્યા છે તેને આવું સારું પરિણામ આવ્યા છતાં તે દેશની સેવા કરવા માંગતો હોવાથી આર્મીમાં જોડાવાનું પસંદ કર્યું છે. નાનપણથી જ નાનાજી જોડે કરેલી વાતો પરથી તેણે નક્કી કરી લીધું હતું કે હવે તેની આર્મી જ બનવું છે.

તેણે વિશેષમાં જણાવ્યું હતું કે તેને ધોરણ-10ની પરીક્ષામાં પાસ થયો પણ શ્લોક બીજા સ્ટાન્ડર્ડમાં હતો ત્યારથી જ તેની આર્મીમાં જોડાવું હતું. તેથી ડિસિપ્લિન ફોજીની બોડી લેંગ્વેજ, ડાયટ આ બધું તેને ખૂબ જ પસંદ હતું. ખાસ કરીને વાત કરવામાં આવે તો તે દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના પણ ધરાવે છે. આખરે તેની મહેનત સફળતાના શિખર સુધી પહોંચાડશે એવા દ્રઢ મનોબળ સાથે તેણે મહેનત ચાલુ જ રાખી છે અને તેનું સપનું પૂર્ણ કરશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*