દિવાળીનો તહેવાર તો હવે શરૂ થઈ ગયો છે પણ દિવાળીના દિવસને હવે માત્ર એક જ દિવસની વાર છે ત્યારે ગુજરાતીઓ હાલમાં દિવાળીનું વેકેશન માણી રહ્યા છે.
દિવાળીના વેકેશન ની મજા વચ્ચે ગુજરાતીઓ માટે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે.હવામાન ના મોડલ માં ગુજરાતમાં આવનારા દિવસોમાં વરસાદની ગતિવિધિઓ જોવા મળી રહી છે.
હવામાનના બંને મોડેલમાં છેલ્લા બે દિવસોથી ગુજરાતમાં દિવાળી બાદ ભારે વરસાદ ના સંજોગો ઊભા થશે તેવું જોવા મળી રહ્યું છે. હાલ બંને મોડલ માં દિવાળી બાદ ગુજરાતમાં હવામાનમાં અસ્થિર બનશે તેવું જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ભેજનું પ્રમાણ 82 ટકા હતું.
અતિવૃષ્ટિમાં પાક નુકસાનીની સહાયની ચુકવણી શરૂ કરાઇ છે. ધનતેરસથી શરૂ થયેલી આ ચૂકવણીમાં અત્યાર સુધીમાં ફૂલ સાત લાખ રૂપિયાની સહાય ચૂકવાય છે.
અતિવૃષ્ટિ પાક નુકશાની માટે કુલ 1 લાખ 20 હજાર ખેડૂતોએ સહાય માટે અરજી કરી હતી જેમાં ચાર જિલ્લામાં 23 તાલુકા માટે રાજ્ય સરકારે રાહત પેકેજ જાહેર કર્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment