દેશમાં કોરોનાની મહામારી વચ્ચે છેલ્લા ત્રણ-ચાર દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ કોઈ પણ પ્રકારનો ઘટાડો કે વધારો કરવામાં આવ્યો નથી ત્યારે ભારતીય બજારમાં સોનાની કિંમતમાં ફરી એક વખત ઘટાડો જોવા મળ્યો છે. MCX પર સોનાના વાયદો લગભગ 0.25 ટકાનો ઘટાડો થયો છે.
ઘટાડા સાથે સોનાની કિંમત 47510 રૂપિયા થયો છે. આ ઉપરાંત ચાંદી નો વાયદો 0.22 ટકા વધ્યો છે. ત્યારબાદ ચાંદી નો નવો ભાવ 67520 રૂપિયા પ્રતિ કિલો થઇ ગયો છે.
મળતી માહિતી મુજબ સોનાની કિંમતમાં લગભગ 1000 રૂપિયાનો ઘટાડો થયો છે. મળતી માહિતી મુજબ સોનાના ભાવમાં 46850 થી લઈને 48400 રૂપિયાની વચ્ચે રહેશે.
આ ઉપરાંત સોનુ 0.2 ટકાના ઘટાડા સાથે 1803.33 ડોલર પ્રતિ ઔંસ પર રહ્યું છે. આ સાથે છેલ્લાં અઠવાડિયામાં 0.4 ટકાનો ઘટાડો સોનામાં જોવા મળ્યો છે.
આ ઉપરાંત સરકાર દ્વારા સોનાની શુદ્ધતા ચેક કરવા માટે એક એપ્લીકેશન બનાવવામાં આવી છે. BIS CARE APP થી ગ્રાહક સોનાની શુદ્ધતા જાણી શકે છે.
આ એપની મદદથી ગ્રાહકને સોનાની શુદ્ધતા અને લઈને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન કે ફરિયાદ નોંધાવી શકે છે. ઉપરાંત આ એપ્લિકેશનની મદદથી ગ્રાહકને ફરિયાદ નોંધાવLવાની જાણકારી મળી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.
Be the first to comment